Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

પ્લે ઓફમાં પહોંચવા માટે ચાર ટીમો વચ્ચે રસાકસી

આઈપીએલ-૨૦૨૦માં છેલ્લી ઘડી સુધી રોમાંચ

દુબઈ, તા. : યુએઈમાં રમાઈ રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પ્લેઓફ હવે માત્ર બે મેચ દૂર છે. તેમ છતાં પ્લેઓફમાં બાકીની ત્રણ જગ્યાઓ પર પહોંચવા માટે હજુ સ્પર્ધા ચાલી રહી છે. જોકે 'સુપર સન્ડે'માં રમાયેલી બે મેચો બાદ માંથી બે ટીમો ટૂર્નામેન્ટથી બહાર થઈ ગઈ, પરંતુ પ્લેઓફમાં પહોંચવા માટે હજુ પણ ચાર ટીમો (આરસીબી, ડીસી, કેકેઆર અને એસઆરએચ) મેદાનમાં છે. હાલમાં આઈપીએલ ૨૦૨૦માં પાછલા વર્ષની વિજેતા ટીમ મુંબઈ ઈન્ડિયન્સ ૧૮ પોઈન્ટ્સ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચના ક્રમે છે અને તે પ્લેઓફમાં પહોંચી ગઈ છે. જોકે બીજા ક્રમે દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની મેચમાંથી વિજેતા ટીમ આવશે. પરિણામ આજે રાત્રે માલુમ પડી જશે. પરંતુ ત્રીજા અને ચોથા ક્રમ માટે ખરાખરીની જંગ જામશે

ઉલ્લેખનીય છે કે આઈપીએલ ૨૦૨૦ની સીઝન ખૂબ રોમાંચક રહી છે. પોઈન્ટ ટેબલમાં સૌથી નીચેના ક્રમે રહેનારી ટીમ પણ ૧૨ પોઈન્ટ સાથે છે. ટૂર્નામેન્ટમાં બે મેચો બાકી હોવા છતાં પ્લેઓફની ત્રણ ટીમો હજુ નક્કી થઈ શકી નથી. પંજાબ અને રાજસ્થાન રવિવારે રમાયેલી મેચો બાદ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા. થોડા સમય પહેલા ડીસી અને આરસીબી ટોપ-૪માં પહોંચી જશે તેમ લાગી રહ્યું હતું. હવે સ્પષ્ટ નથી. બંને ટીમમાંથી ગમે તે ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર પણ થઈ શકે છે. આજે રમાનારી ડીસી વિ.આરસીબીની મેચ સર્જાનારી તમામ શક્યતાઓ પોઈન્ટ્સમાં નીચે મુજબ રહે એમ છે.

*          મુંબઈ ઈન્ડિયન્સ ૧૮ પોઈન્ટ્સ સાથે ટોપ-૪માં પહેલા ક્રમે રહેશે. કારણ કે અન્ય કોઈ ટીમના આટલા પોઈન્ટ્સ થવાની સંભાવના નથી. ઉપરાંત મુંબઈ એક મેચ હજુ બાકી છે.

*          દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની મેચમાં વિજેતા ટીમ ૧૬ પોઈન્ટ સાથે બીજા ક્રમે આવશે.

*          કોલકાતા નાઈટ રાઈર્સ ત્રીજા સ્થાન માટે ૧૪ પોઈન્ટ માટે ટાઈ થશે.

*          જો સનરાઈઝર્સ હૈદરાબાદ સામે મંગળવારે રમાનારી મેચમાં મુંબઈ જીતી જાય છે તો ડીસી વિ. આરસીબીની મેચમાં હારનારી ટીમ સાથે કોલકાતા ટાઈ કરશે.

*          જો મંગળવારે હૈદરાબાદ જીતી જાય છે તો ત્રીજા સ્થાન માટે કોલકાતા, હૈદરાબાદ અને ડીસી વિ. આરસીબીની મેચમાં હારનારી ટીમ ૧૪-૧૪-૧૪ પોઈન્ટ સાથે ટાઈ થશે. આવી સ્થિતિમાં અહીં નેટ રનરેટ મુખ્ય રહેશે.

*          જો નેટ રનરેટ પર વાત આવશે તો હૈદરાબાદ ત્રીજા સ્થાને આવશે. કારણ કે તેની નેટ રનરેટ દિલ્હી, બેંગ્લોર અને કોલકાતા કરતા સારી છે.

*          કોલકાતાને ટૂર્નામેન્ટમાં ટકી રહેવા આશા કરવી પડશે કે આજે રમાનારી ડીસી વિ. આરસીબીની મેચ વન સાઈડેડ રહે અને વિજેતા ટીમ મોટા અંતરે જીત જેથી હારનારી ટીમની નેટ રનરેટ કોલાકાતા કરતા પણ ખરાબ થાય.

*          રાજસ્થાન પોઈન્ટ ટેબલમાં આઠમા નંબરે, ચેન્નઈ સાતમા નંબર અને પંજાબ છઠ્ઠા નંબરે રહેશે.

(7:38 pm IST)