Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

બુધવારથી શરૂ થઈ રહેલી વિમેન્સ ટી-૨૦ ચેલેન્જને જિયો અને રિલાયન્સ ફાઉન્ડેશન સ્પોન્સર કરશે તેમજ નવી મુંબઈના જિયો ક્રિકેટ સ્ટેડિયમના દ્વાર પણ મહિલા ખેલાડીઓ માટે ખોલી આપ્યા

વિમેન્સ ક્રિકેટને સપોર્ટ કરશે નીતા અંબાણી

દુબઈ : મહિલા સશકિતકરણની વાત હોય કે ખેલજગતની વાત હોય, રિલાયન્સ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ચેરપર્સન નીતા અંબાણીએ આ બંને મુદ્દામાં હંમેશા પોતાનો ટેકો આપ્યો છે. આ દિશામાં વધુ એક પગલુ લેતા તેમણે ઈન્ડિયન વિમેન્સ ક્રિકેટને ટેકો આપવાની જાહેરાત કરી હતી.

આ જાહેરાત મુજબ બુધવારથી યુએઇમાં શરૂ થનારી વિમેન્સ ટી-૨૦ ચેલેન્જના સ્પોન્સર જિયો અને રિલાયન્સ ફાઉન્ડેશન એજ્યુકેશન એન્ડ સ્પોટ્ર્સ ફોર ઓલ (આરએફ ઈએસએ) હશે.આ ઉપરાંત નવી મુંબઈમાં વિમેન્સ ક્રિકેટર્સ માટે જિયો ક્રિકેટ સ્ટેડિયમમાં સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સ્ટેડિયમમાં આખા વર્ષ દરમિયાન નેશનલ વિમેન્સ ટીમ માટે ફ્રીમાં ટ્રાયલ્સ, કેમ્પસ અને સ્પર્ધાત્મક મેચ યોજી શકાશે. સાથે સાથે સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ એન્ડ રીસર્ચ સેન્ટરમાં રીહેબીલીટેશન અને સ્પોટ્ર્સ સાયન્સની સુવિધાનો તેઓ લાભ લઈ શકશે.

(3:31 pm IST)