Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

ધોની આવતા વર્ષે પણ IPL રમતો જોવા મળશે : ચાહકો ગેલમાં

ચેન્નાઇના અને ધોનીના અત્યાર સુધીના સૌથી ખરાબ પર્ફોર્મન્સ તેમજ છેલ્લી કેટલીક મેચથી તેના નામના ટી-શર્ટની લહાણી કરી રહ્યો હોવાથી આ તેની છેલ્લી સીઝન હોવાની ચર્ચા શરૂ થઈ હતી. જો કે ગઈકાલે ટોસ વખતે જયારે તેને આ બાબતે પૂછવામાં આવ્યુ કે શું પીળા રંગની જર્સીમાં આ તારી છેલ્લી મેચ છે? ત્યારે ધોનીએ સ્પષ્ટપણે જવાબ આપ્યો હતો કે બિલકુલ નહિં. આને લીધે ધોનીના ચાહકો ગેલમાં આવી ગયા હતા. નેકસ્ટ સીઝનમાં પણ ધોની જોવા મળશે.

(2:41 pm IST)