Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

ભારતીય મહિલા ક્રિકેટર ટીમનો વેસ્ટ ઇન્ડિઝ ટીમ સામે માત્ર એક રને પરાજય

એંટિગુઆ: ભારતીય મહિલા ક્રિકેટ ટીમને વેસ્ટઇન્ડીઝ વિરૂદ્ધ ત્રણ વનડે મેચોની સીરીઝની પ્રથમ મેચમાં નજીકની હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચમાં વેસ્ટઇન્ડીઝની મહિલા ટીમે મિતાલી રાજની કેપ્ટનશિપવાળી ટીમ ઇન્ડીયાને 226 રનનો ટાર્ગેટ આપ્યો, પરંતુ આખી ટીમ ફક્ત 224 રન પર સમેટાઇ ગઇ અને વેસ્ટઇન્ડીઝને એક રનથી જીત મળી હતી.

વેસ્ટઇન્ડીઝ માટે ટેલર અને મૈકલીનની ફિફ્ટી

ટોસ જીતીને પહેલાં બેટીંગ કરવા માટે ઉતરેલી મેજબાન ટીમે નિર્ધારિત 50 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 225 રન બનાવ્યા જેમાં સ્ટૈફાઇનલ ટેલરે શાનદાર 94 રન અને નતાશા મૈકલીનની ફિફ્ટીનો ઉલ્લેખનીય યોગદાન હતું. આ સાથે જ જવાબમાં ટીમ 224 રનમાં આઉટ થઇ ગઇ હતી.

અનીસાનો પંજો ભારે પડ્યો

અંતિમ ઓવરમાં ટીમ ઇન્ડીયાને જીત માટે ફક્ત એક રનની જરૂર હતી, પરંતુ અનીસા મોહંમદે અંતિમ ઓવરમાં બે મહત્વની વિકેટ ઝડપીને પોતાની ટીમને જીત અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. અનીસાએ એકતા બિષ્ટ અને પૂનમ યાદવને ગોલ્ડન ડક પર આઉટ કરી. તેમણે પ્રિયા પૂનિયા, કેપ્ટન મિતાલી રાજ, અને દિપ્તી શર્માની મહત્વપૂર્ણ વિકેટ પણ લીધી હતી.

પ્રિયાની ઇનિંગ બેકાર

ટીમ ઇન્ડીય માટે પ્રિયા પૂનિયાએ સૌથી વધુ 75 રન બનાવ્યા. તેમના ઉપરાંત જેમિમાહ રોડ્રિગ્સે 41 પૂનમ રાઉતે 22, અને કેપ્ટન મિતાલી રાજે 20 રનનું યોગદાન આપ્યું હતું. તો બીજી તરફ દીપ્તી શર્માએ 19 અને ઝૂલન ગૌસ્વામી અણનમ 14 રનનું યોગદાન આપ્યું હતું.

ટેલરની કેપ્ટન ઇનિંગ

વેસ્ટઇન્ડીઝની ઇનિંગની સારી શરૂઆત થઇ. મૈકલીન અને સ્ટેસી-એન-કિંગે પ્રથમ વિકેટ માટે 51 રન બનાવ્યા હતા. ત્યારબાદ દીપ્તી શર્માએ 17મી ઓવરમાં બે વિકેટ ઝડપી ટીમ ઇન્ડીયાને મેચમાં લાવી દીધી. પરંતુ કેપ્ટન ટેલરે ત્યારબાદ શાનદાર બેટીંગ કરી તેમને મૈક્લીન (51) અને નેશન (43)નો સારો સાથ મળ્યો અને અંતિમ બોલ પર આઉટ થતાં પહેલાં તેમણે પોતાનો ટીમનો સ્કોર 225 સુધી પહોંચાડી દીધો.

(4:55 pm IST)