Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

વિરાટ કોહલી રિયલ સુપરસ્ટાર : ટેસ્ટ ક્રિકેટને જીવંત રાખી શકે છેઃ ગ્રીમ સ્મિથે કર્યા વખાણ

જગમોહન ડાલમિયાના વાર્ષિક કોન્ક્લેવમાં કોહલીની ગ્રીમ સ્મિથે ભરપૂર પ્રશંસા કરી

કોલકત્તાઃ દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથે કહ્યું કે વિરાટ કોહલી સુપરસ્ટાર છે, જે ટેસ્ટ ક્રિકેટને જીવાડવામાં અગ્રણી રહેશે. સ્મિથે જગમોહન ડાલમિયાના વાર્ષિક કોન્ક્લેવમાં  ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટનની ભરપૂર પ્રશંસા કરી હતી. તેણે વિરાટ કોહલીને રિયલ સુપરસ્ટાર જણાવતા ટેસ્ટ ક્રિકેટને જીવંત રાખી શકે છે. 

 

   અત્રે ઉલ્લેખનીય છે કે કોહલીએ હાલમાં જ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ વનડે કેરિયરમાં 10,000 રન પૂરા કર્યા હતા. તેણે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો સૌથી ઓછી ઈનિંગમાં અહીં સુધી પહોંચવાનો વર્લ્ડ રેકોર્ડ પણ તોડ્યો હતો. ત્યારબાદ સચિન સહિત ઘણા દિગ્ગજ ક્રિકેટરોએ તેને હાલના સમયમાં સૌથી સફળ ક્રિકેટરોમાંથી એક ગણાવ્યો હતો. 

(11:52 pm IST)