Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

તિરૂવંનતપુરમમાં સિક્યોરીટી તોડીને મહેન્‍દ્રસિંહ ધોની દિવ્યાંગ બાળકને મળવા દોડી ગયો

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પાંચમી મેચમાં ટીમ ઈંડિયાએ વેસ્ટ ઈન્ડિઝને 9 વિકેટથી હરાવ્યું. મેચ તિરુવંનતપુરમમાં રમાઈ. મેચ પહેલાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોને જોઈને તમે પણ ઈમોશનલ થઈ જશો. એમ.એસ. ધોની સિક્યોરીટી તોડીને સ્પેશિયલ બાળકને મળવા પહોંચ્યો. વખતે ટીમ ઈંડિયા હોટલથી નીકળીને સ્ટેડિયમમાં મેચ રમવા જતી હતી.

ફેને ધોની સાથે હાથ મિલાવ્યો, કિસ કરી

ધોનીને મળવા માટે લીલા હોટલની બહાર એક સ્પેશિયલ (દિવ્યાંગ) બાળક બેઠો હતો. ટીમ ઈંડિયા જેવી બસમાં બેસવા માટે પહોંચી ત્યારે ધોની સુરક્ષા તોડીને બાળકને મળવા પહોંચી ગયો. ત્યાં હાજર તમામ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. બાળકે ખુશીથી ધોનીનો હાથ પકડ્યો અને તેના હાથ પર કિસ કરી. જે બાદ બાળકે ધોની સાથે તસવીર ખેંચાવી. બાળક વારેવારે ધોનીને થેન્ક્યૂ કહી રહ્યો હતો. વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

વિરાટે પણ આપ્યો ઓટોગ્રાફ

ધોનીએ બાળકની સાથે ફોટો પડાવ્યા બાદ ઓટોગ્રાફ પણ આપ્યો. ધોની બાદ ટીમ ઈંડિયાના કેપ્ટન વિરાટે પણ સ્પેશિયલ બાળકને ઓટોગ્રાફ આપ્યો. (તસવીરો- ટ્વિટર)

ટીમ ઈંડિયાએ જીતી મેચ

વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. વિરાટ કોહલી પણ પહેલા બોલિંગ કરવા માગતો હતો. ટીમ ઈંડિયાના બોલર્સે વિન્ડિઝના બેટ્સમેનનો હંફાવ્યા અને 104 રનમાં ઓલઆઉટ કરી દીધા. રવિન્જ્ર જાડેજાએ 4 વિકેટ ઝડપી જેના માટે તેને મેન ઓફ મેચનો અવોર્ડ પણ મળ્યો. બુમરાહ અને ખાલીદ અહમેદે 2-2 વિકેટ લીધી. ટીમ ઈંડિયાએ 15 ઓવરમાં મેચ અને સીરીઝ પર કબ્જો મેળવ્યો.

(5:45 pm IST)