Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

ભારતને સૈફ ચેમ્પિયનશીપમાં માત આપી બાંગ્લાદેશ ફાઇનલમાં

નવી દિલ્હી: બાંગ્લાદેશે ભારતીય પુરુષ અંડર 16 ફૂટબોલ ટીમને પેનલ્ટી શૂટઆઉટમાં 4-2થી હરાવીને દક્ષિણ એશિયન ફૂટબોલ મહાસંઘ ( સૈફ) ચેમ્પિયનશિપની ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. મુકાબલામાં ભારતના હર્ષ પાત્રે 17મી મિનિટે ગોલ કરીને લીડ અપાવી દીધી  હતી પણ બાંગ્લાદેશના અશ્કુલ રહમાને પેનલ્ટી શૂટઆઉટમાં ગોલ કરીને સ્કોરને બરાબર કરી દીધો હતો. ભારતીય ટીમ હવે આવતી કાલે કાંસ્ય પદક માટે મેદાનમાં ઉતરશે.

(4:33 pm IST)