Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

ધોની બન્યો વિશ્વનો ત્રીજો સૌથી સફળ વિકેટકીપર

ભારતના વર્લ્ડકપ વિનીંગ ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ મેચના ચોથા બોલે ભુવનેશ્વર કુમારની બોલીંગમાં કીરેન પોવેલનો કેચ પકડીને સાઉથ આફ્રિકાના માર્ક બાઉચરને ક્રોસ કર્યો હતો. બાઉચરે વન-ડેમાં ૪૨૪ શિકાર કર્યા છે અને ધોની ૪૨૫મો શિકાર કરીને આ લીસ્ટમાં ત્રીજા નંબરે પહોંચી ગયો છે. શ્રીલંકાના કુમાર સંગકારાએ ૪૮૨ (૩૮૩ કેચ અને ૯૯ સ્ટમ્પીંગ) અને એડમ ગીલક્રિસ્ટે ૪૭૨ (૪૧૭ કેચ અને ૫૫ સ્ટમ્પીંગ) શિકાર કર્યા છે. ભારત અને એશિયા ઈલેવન વતી રમેલી ૩૩૨ વન-ડે મેચની ૩૨૭ ઈનિંગ્સમાં ૪૨૫ શિકાર કર્યા છે. જેમાં ૩૧૦ કેચ અને ૧૧૫ સ્ટમ્પીંગ છે. તે વન-ડે ઈતિહાસમાં ૧૦૦ સ્ટમ્પીંગ કરનાર એકમાત્ર વિકેટકીપર છે. તેણે લિસ્ટ-એ ક્રિકેટમાં ૩૯૧ કેચ અને ૧૩૩ સ્ટમ્પીંગ કર્યા છે. તેને ભારત વતી ૧૦૦૦૦ રન પૂરા કરવા એક રનની જરૂર છે. જેના માટે તેણે જાન્યુઆરી સુધી રાહ જોવી પડશે.

(3:25 pm IST)