Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

એશિયામાં ભારત બેસ્ટઃ અકરમ

શાનદાર બેટિંગ અને બોલિંગમાં થયેલા સુધારાને કારણે આવતા વર્ષે ઇગ્લેન્ડમાં રમાનારા વર્લ્ડ કપમાં ભારતીય ટીમ એશિયાની ટીમોમાં સૌથી શ્રેષ્ઠ છે. વિરાટ કોહલીની ગેરહાજરી છતાં ભારતીય ટીમે દુબઈમાં બંગલા દેશને છેલ્લા બોલે હરાવીને એશિયા કપ જીત્યો હતો. પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન વસીમ અકરમે કહ્યું હતું કે એશિયા કપમાં દરેક ટીમ કરતાં ભારત આગળ હતું. ભારતમાં રમવા માટે સારો માહોલ છે. વળી આઈપીએલને કારણે ખેલાડીઓને પણ આર્થિક રીતે ઘણો ફાયદો થાય છે. વળી માળખાગત સુવિધામાં પણ ઘણું રોકાણ કરવામાં આવ્યું છે.

(3:53 pm IST)