Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

હવે RTI એકટ અંતર્ગત કામ કરશે ભારતીય ક્રિકેટ બોર્ડ

પોતાની તમામ ગતિવિધિઓ વિશે ક્રિકેટનું સંચાલન કરતી સંસ્થાએ દેશવાસીઓને આપવો પડશે જવાબ

સેન્ટ્રલ ઇન્ફર્મેશન કમિશને (CIC)ે એવો આદેશ આપ્યો કે ભારતીય ક્રિકેટ બોર્ડ હવે RTI એકટ અંતર્ગત કામ કરશે તેમ જ એની શરતો મુજબ દેશના લોકો પ્રત્યે જવાબદાર રહેશે. RTIને મામલે ટોચની સંસ્થા CIC એ આ નિષ્કર્ષ કાયદો, સુપ્રીમ કોર્ટના આદેશ, લો કમિશનનો રિપોર્ટ અને સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીના આદેશને જોયા બાદ કાઢ્યો હતો. એ મુજબ ક્રિકેટ બોર્ડની સ્થિતિ અને કામ કરવાની વિશેષતા RTIના કાયદા માટેની જરૂરી શરતોને પૂરી કરે છે.

ઇન્ફર્મેશન કમિશનર શ્રીધર આચાર્યલુએ પોતાના આદેશમાં કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે પણ સ્પષ્ટતા કરી હતી કે ક્રિકેટ બોર્ડ દેશભરમાં ક્રિકેટ સ્પર્ધાનું આયોજન કરવા માટેની એકમાત્ર રાષ્ટ્રીય સંસ્થા છે જેની પાસે એના એકહથ્થુ અધિકાર છે. તેમણે RTI એકટ અંતર્ગત વિવિધ જરૂરિયાતોને પહોંચી વળવા માટે અધિકારીઓની નિમણૂક કરવા માટે ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ, સેક્રેટરી અને વહીવટદારોની સમિતિને આદેશ આપ્યો છે તેમ જ RTIની ઓનલાઇન અને ઓફલાઇન અરજી સ્વીકારવા માટે માળખું તૈયાર કરવા જણાવ્યું છે.

(3:52 pm IST)