Gujarati News

Gujarati News

News of Monday, 2nd September 2019

ટેસ્ટમાં સૌથી ઝડપી 150 વિકેટ લેનાર ત્રીજો ખેલાડી બન્યો મોહમ્મદ શમી

ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ભારત તરફથી 150 વિકેટ લેનાર ત્રીજો સૌથી ફાસ્ટ બોલર બની ગયો છે. તેણે આ કારનામુ 42 ટેસ્ટમાં કર્યુ છે જ્યારે ઝહીર ખાને 49 અને ઇશાંત શર્માએ 54 ટેસ્ટમાં આ સુદ્ધિ મેળવી હતી.

  શમી કરતાં આગળ રહેલાં બે બોલર્સમાં કપિલ દેવ અને જવાગલ શ્રીનાથ છે. કપિલ દેવે આ કારનામુ માત્ર 39 ટેસ્ટ મેચમાં પૂરૂ કર્યુ હતું તો શ્રીનાથે આ સિદ્ધી મેળવવા માટે 40 મેચ રમવી પડી હતી.

 આ લિસ્ટમાં શમી સાતમા નંબરે આવે છે. અશ્વિન આ લિસ્ટમાં 29 ટેસ્ટ મેચની સાથે સૌથી આગળ છે. તે બાદ જાડેજા 32 મેચ, પ્રસન્ના 34 મેચ, કુંબલે 34 મેચ, હરભજન 35 મેચ અને બીએસ ચંદ્રશેખર 36 મેચ સાથે આ લિસ્ટમાં છે.

(8:50 pm IST)