Gujarati News

Gujarati News

News of Monday, 2nd September 2019

વિન્ડીઝની ટીમ ૧૧૭ રનમાં પેવેલીયન ભેગી : બીજા દાવમાં ભારત - ૧૬૮/૪ ડિકલેર : વેસ્ટ ઈન્ડિઝ - ૪૫/૨

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલ બીજા ટેસ્ટના ત્રીજા દિવસે વિન્ડીઝની આખી ટીમ ૧૧૭ રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. બુમરાહે માત્ર ૨૭ રન આપી ૬ વિકેટ ઝડપી હતી. શમીને ૨, ઈશાંત - જાડેજાને ૧-૧ વિકેટ મળી હતી. ભારતીય ટીમે ફોલોઓન નહોતુ આપ્યુ અને બીજી ઈનીંગમાં ૪ વિકેટે ૧૬૮ રન બનાવી દાવ ડિકલેર કર્યો હતો. રાહુલ ૬, અગ્રવાલ ૪, ચેતેશ્વર ૨૭ અને વિરાટ ૦ રનમાં આઉટ થયા હતા. રહાણે ૬૪ અને વિહારી ૫૩ રને નોટઆઉટ રહ્યા હતા. ૪૭૮ રનના ટાર્ગેટ સાથે ઉતરેલી વિન્ડીઝ ટીમે ત્રીજા દિવસની રમતના અંતે બે વિકેટના ભોગે ૪૫ રન બનાવ્યા છે. ઈશાંત અને શમીને ૧-૧ વિકેટો મળી છે. આજે સાંજે ૭ વાગ્યાથી ચોથા દિવસની રમત શરૂ થશે.

(1:21 pm IST)