Gujarati News

Gujarati News

News of Monday, 2nd September 2019

યુએસ ઓપન :રોજર ફેડરર, નોવાક જોકોવિચ અને સેરેના પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા

નિશિકોરી હારી જતા ટુર્નામેન્ટમાંથી બહાર : જોકોવિચ ખભાના દુખાવાથી પરેશાન

ટેનિસ જગતમાં વર્ષનું ત્રીજી ગ્રાન્ડ સ્લેમ યુએસ ઓપનની શરૂઆત થઇ ગઇ છે. ટુર્નામેન્ટમાં અપસેટોની વચ્ચે દિગ્ગજ ખેલાડીઓએ એક પછી એક પોતાની મેચ જીતીને આગળ વધી રહ્યા છે. ત્યારે રોજર ફેડરર અને વર્તમાન ચેમ્પિયન નોવાક જોકોવિચ પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે.
બીજી તરફ પુરૂષ ખેલાડીમાં જાપાનના દિગ્ગજ યુવા ખેલાડી નિશિકોરી હારી જતા ટુર્નામેન્ટમાંથી બહાર ફેકાઇ ગયો છે.  મહિલા સિંગલ્સમાં અમેરિકાની સ્ટાર સેરેના વિલિયમ્સ પણ પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. છેલ્લા પાંચ ગ્રાન્ડ સ્લેમમાંથી ચાર પોતાના નામે કરી ચૂકેલા સર્બિયાના જોકોવિચને બીજા રાઉન્ડના મુકાબલામાં ખભાના દુખાવાએ ઘણો પરેશાન કર્યો હતો પરંતુ તેણે ફિટનેસની સમસ્યાને દૂર કરીને 111 માં ક્રમાંકિત અમેરિકાના ડેનિલ કુડલાને 6-3, 6-4, 6-2થી હરાવ્યો હતો.
16 ગ્રાન્ડસ્લેમ જીતી ચૂકેલા નોવાક જોકોવિચનો સામનો રવિવારે ત્રણ વખતના ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયન સ્તેનિસ્લાસ વાવરિંકા સામે થશે. સ્વિર્ટ્ઝલેન્ડના ૨૩મા વર્ષીય ખેલાડીએ ઇટાલીના પાઓલો લોરેન્ઝીને 6-4, 7-6, 7-6થી હરાવ્યો હતો. યુએસ ઓપનમાં ત્રણ વખત ચેમ્પિયન બની ચૂકેલા જોકોવિચને વાવરિંકા સામેનો રેકોર્ડ 19-5નો છે પરંતુ 2016ની યુએસ ઓપન ફાઇનલ બાદ બંને ખેલાડી વચ્ચે કોઈ મુકાબલો થયો નથી.

(11:52 pm IST)