Gujarati News

Gujarati News

News of Sunday, 2nd August 2020

વર્લ્ડકપની ટીમથી ડ્રૉપ થયો એ સમય મુશ્કેલ હતોઃ ડેવિડ વિલી

મારા માટે દરેક દિવસની દરેક ક્ષણ મહત્ત્વની છે :છેલ્લા ૧૪ માસમાં વિલીની પહેલી મૅચ હતી, જેમાં તેણે ટીમને વિજય અપાવવામાં પાયાની ભૂમિકા ભજવી હતી

લંડન, તા. ૨ : આયરલૅન્ડ સામેની પહેલી વન-ડે મૅચમાં શાનદાર પર્ફોર્મન્સ કરનાર ડેવિડ વિલીએ પાંચ વિકેટ લઈને પોતાની ટીમને વિજય અપાવ્યો હતો. ડેવિડને વર્લ્ડ કપ વખતે એન્ડમાં ટીમમાંથી ડ્રૉપ કરવામાં આવ્યો હતો. તેના સ્થાને ટીમમાં ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. છેલ્લા ૧૪ મહિનામાં વિલીની પહેલી મૅચ હતી, જેમાં તેણે ટીમને વિજય અપાવવામાં પાયાની ભૂમિકા ભજવી હતી. વર્લ્ડ કપ વખતે ટીમમાંથી બહાર કરવાની ઘટનાને યાદ કરતાં ડેવિડે કહ્યું કે 'સ્વાભાવિક છે કે હું તેમનો છેલ્લાં ચાર વર્ષથી એક હિસ્સો રહ્યો હતો અને વર્લ્ડ કપ વખતે ટીમની સ્ક્વૉડમાંથી મને બહાર કરવામાં આવ્યો હતો એ સમય મારા માટે મુશ્કેલ હતો.

મારા માટે દરેક દિવસની દરેક ક્ષણ મહત્ત્વની છે અને હું કોઈપણ પ્રકારની તક ગુમાવવા માગતો નથી. હું મારું બેસ્ટ ક્રિકેટ રમવા માગું છું અને એને એન્જૉય કરવા ઇચ્છું છું. આશા રાખું કે હવે હું ટીમમાં સચવાઈ જઈશ.

(8:05 pm IST)
  • આજે એક પછી એક મહાનુભાવો કોરોના પોઝિટિવના સાણસામાં સપડાતા જાય છે ,ગૃહમંત્રી અમિતભાઇ શાહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે,તોઉત્તર પ્રદેશના કેબિનેટ મંત્રી કમલા રાણીનું કોરોનમાં આજે મૃત્યુ નીપજ્યું છે,હવે મળતા અહેવાલ મુજબ તામિલનાડુના ગવર્નર બનવારીલાલ પુરોહિત અને ઉ,પી,ના પ્રદેશ બીજેપી અધ્યક્ષ સ્વતંત્રદેવ સિંહને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે access_time 6:20 pm IST

  • ગુજરાતના વધુ એક સંતને ભૂમિપૂજન માટે આમંત્રણ: 5 મી ઓગસ્ટના અયોધ્યા રામ જન્મ ભૂમિ શિલાન્યાસ પૂજનના કાર્યક્રમ માટે સુપ્રસિદ્ધ નડિયાદના સંતરામ મંદિરના મહંતશ્રી પૂજ્ય રામદાસ મહારાજશ્રીને શિલાન્યાસ પૂજન માટે આમંત્રણ અપાયું access_time 9:44 pm IST

  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે અત્યાર સુધીમાં સૌથી વધુ એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 51232 દર્દીઓ રિકવર થયા :મહારાષ્ટ્રમાં નવા કેસ કરતા સ્વસ્થ થનાર દર્દીની સંખ્યા વધુ : દેશમાં કોરોનાના સૌથી વધુ કેસ ધરાવતા મહારાષ્ટ્રમાં નવા 8601 કેસ નોંધાયા જયારે 10,725 દર્દીઓ સાજા થયા: તામિલનાડુમાં નવા 5879 કેસ સામે 7010 દર્દીઓ સાજા થયા અને આંધ્રપ્રદેશમાં નવા 9276 કેસ સામે 12,750 લોકોએ કોરોના સામે જંગ જીત્યો access_time 11:34 pm IST