Gujarati News

Gujarati News

News of Friday, 2nd August 2019

હું ઓલિમ્પિક ટેસ્ટ ઈવેન્ટમાં ભારતને લીડ કરવા માટે એકસાઈટેડ છું: હરમનપ્રીત

બેન્ગલોરઃ જાપાન સામે મે ૨૦૧૫માં ભુવનેશ્વરમાં ડેબ્યુ કરનાર હરમનપ્રીતસિંહ અત્યારે ભારતની હોકી ટીમમાં આધારભૂત ડ્રેગ- ફિલકર અને ડિફેન્ડરની રેપ્યુટેશન બનાવી ચુકયો છે અને જાપાનમાં યોજાનારી ઓલિમ્પિક ટેસ્ટ ઈવેન્ટમાં ભારતને લીડ કરવા એકસાઈટેડ છે.

તેણે કહ્યું કે 'જયારે મને કહેવાય આવ્યું કે હું ઈન્ડિયન ટીમને આ ઈવેન્ટમાં લીડ કરીશ ત્યારે મને ખૂબ આનંદ થયો હતો. આ મોટી જવાબદારી છે અને હું એ ચેલેન્જને સ્વીકારવા તૈયાર છું. ઓલિમ્પિક કવોલિફાયર પહેલાં અમે કેટલા પાણીમાં છીએ એ ચકાસવાનો આ સારો મોકો છે. સિનિયર પ્લયરોની ગેરહાજરીમાં અમારે શાનદાર પર્ફોર્મન્સ બતાવવો પડશે.'

(3:37 pm IST)