Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

હાર્દિક પંડ્યા સાથેના અફેરને લઇને હું ના પણ નથી પાડતી અને હા પણ નથી પાડતી : ઇશા ગુપ્તા

મુંબઈ,તા.૨: ફિલ્મો સિવાય ઈશા ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે પોતાના અફેરને લઈને ઘણી ચર્ચામાં છે. હાલમાંજ તેણે હાર્દિક પંડ્યા સાથેના રિલેશનને લઈને તમામ વાતો કરી હતી.

ઈશા ગુપ્તાએ હાર્દિક પંડ્યા સાથે અફેરની વાત પર કહ્યું, તમે જેટલું વાંચ્યું-સાંભળ્યું છે તેટલી જ સચ્ચાઈ છે. લોકોનું કામ વાતો કરવાનું છે. ગમે તેમ લખશે પરંતુ મારી હકીકત મને જ સચ્ચાઈ છે. આ વખતે ન તો હું ના પાડી કહી છું કે હા કહું છું.

ઈશા ગુપ્તાની આ વાતો સાંભળીને એમ થાય છે કે બંનેને લઈ જે વાતો આવી રહી છે તે માત્ર અફવા નથી. ઈશાએ જો કે તેના સંબંધનો ખુલ્લેઆમ સ્વિકાર તો ન કર્યો પરંતુ ઈક્નાર પણ ન કર્યો.ઈશા ટૂંક સમયમાં જ ડાયરેક્ટર ઈંદર કુમારની ફિલ્મ ટોટલ ધમાલમાં જોવા મળશે. 

(4:48 pm IST)