Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

ટોકીયો ખાતે રમાનાર ઓલિમ્‍પિકમાં 2 ગુજરાતી દિકરીઓ દેશનું પ્રતિનિધિત્‍વ કરશેઃ ટેનીસ સ્‍ટાર અંકિતા રૈના અને સ્‍વીમર માના પટેલ સન્‍માન અપાવીને ‘મેણુ' ભાંગશે

અમદાવાદ: ગુજરાતીઓએ બધા ક્ષેત્રમાં નાનુ મોટુ કાઢુ કાઢ્યું છે, પણ કોઇ ગુજરાતી ઓલ્મપીકમાં ક્વોલીફાય થયો હોય અને તેને ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હોય એવુ અત્યાર સુધી બન્યુ નથી. જોકે ગુજરાતની સ્થાપનાથી શરુ કરીને અત્યાર સુધી ચાલી આવતા આ મેંણાને બે ગુજરાતણો ભાંગશે. જીહા ટોકીયો ખાતે રમાનારી ઓલ્મપીકમાં બે ગુજરાતી દિકરીઓ દેશનું પ્રતિનિધિત્વ કરશે એક ટેનીસ સ્ટાર અંકિતા રૈના અને બીજી સ્વીમર માના પટેલ આજે આ વિશેષ હેવાલમાં માના પટેલ વિશે વાત કરીશું.

23 જુલાઇથી જાપાનના ટોકિયો માં શરૂ થઇ રહેલી ઓલિમ્પિક્સ ૨૦૨૧ના ભારતીય યુનિટમાં અમદાવાદની માના પટેલ હશે. સ્વીમીંગની ૧૦૦ મીટર બેકસ્ટ્રોક ઇવેન્ટ માટે મહિલાઓના સેક્શન માટે માના પટેલની પસંદગી કરવામાં આવી છે. ઈન્ટરનેશનલ ઓલિમ્પિક સમિતિના નિયમ અનુસાર કોઈ દેશનો સર્વોચ્ચ રેન્ક ધરાવતો સ્વિમર નિયમિત ક્વોટાથી ક્વોલીફાઈ ના થઈ શકે તો યુનિવર્સિલાટી ક્વોટામાં તેના નામની ભલામણ કરી શકાય છે. યુનિવર્સાલિટી ક્વોટાના નિયમ અનુસાર જે તે કેટેગરીમાં તે દેશનો કોઈ સ્વિમર ક્વોલીફાઈ ન થયો હોય તો તેના ઓલિમ્પિક સિલેક્શન સમય(બી ટાઈમ)ને ધ્યાનમાં રાખીને ફિના દ્વારા નોમિનેટ કરવામાં આવે છે.

માના પટેલના સીલેક્શન સાથે જ તે પ્રથમ ગુજરાતી સ્વીમર બની છે કે, જે ઓલિમ્પિકમાં ભાગ લેશે. માના પટેલના સિલેક્શન બાદ સૌપ્રથમ તેમણે વાતચીત કરતા જણાવ્યું કે ઓલિમ્પિક તેમનું લક્ષ્ય હતું. જે આખરે પૂરણ થયું છે. શરૂઆતના તબકકામાં માના પટેલ ઓલિમ્પિક માટે પસંદગી પામી ન હતી માનાએ ઓલમ્પીક માટે પોતાનો સ્કોર સુધારવાનો હતો જે તેમણે ઇટાલીમાં યોજાયેલ સ્પર્ધામાં ૧.૦૩.૭૭ નો ૧૦૦ મીટર બેકસ્ટ્રોકનો ટાઈમ આપ્યો, આ સ્કોર ભારતનો પણ શ્રેષ્ઠ સ્કોર છે.. જેના કારણે યુનિવર્સિલાટી ક્વોટામાં માના પટેલની પસંદગી કરવામાં આવી છે.

ઓલમ્પીક સુધી પહોચવા માટે માના પટેલે અનેક સંધર્ષ કર્યા છે સવાર સાંજ બે કલાક સ્વીમીંગ કરવા ઉપરાંત તે શરીરને ચુસ્ત અને સ્ફુર્તીલુ રાખવા માટે જીમ માં પરસેવો પાડે છે. માના પેટલની સ્વીમીંગની શરૂઆત પણ અંત્યત રોચક છે. જ્યારે માના પટેલ નાની હતી ત્યારે શરીરે દુબળી હતી તે પુરતુ જમાવાનુ પણ લેતી ન હતી. જો તે વધારે મહેનત કરે તો તેની ભુખ ઉઘડે એવા આશયથી માનાની માતાએ તેને સમરની સ્વીમીંગ બેચમાં મુકી અને આજે માના ઓલમ્પીક સુધી પહોચી વર્ષ 2016માં યોજાયેલ ઓલમ્પીક માનાનું ટાર્ગેટ હતું.

જે પુરુ ન થતાં તેને અથાગ મહેન કરી કરી અને હવે તે ટોકીયોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. માના પટેલ 8 વર્ષની હતી ત્યારથી જ તરવાનું શરૂ કર્યું હતું. જ્યારે તે 13 વર્ષની હતી ત્યારે હૈદરાબાદ ખાતે યોજાયેલ જૂનિયર નેશનલ એક્વાટિક ચેમ્પિયનશિપમાં માના પટેલે ત્રણ રેકોર્ડ તોડ્યા હતા. આ ઉપરાંત નેશનલ ગેમ્સમાં માના પટેલે 50 મીટર બેકસ્ટ્રોક અને 200 મીટર બેકસ્ટ્રોકમાં ગોલ્ડ જીત્યો છે. આ સિવાય માના એ જો જોવામાં આવે તો ઓલિમ્પિક ગોલ્ડ ક્વેસ્ટ (OGQ) દ્વારા સાઇન ઇન થનાર પ્રથમ તરણવીર છે માના. માના પટેલે હૈદરાબાદની 40 મી જુનિયર રાષ્ટ્રીય એક્વેટિક્સ ચેમ્પિયનશિપમાં ત્રણ રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યાં.

ઓગસ્ટ 2009માં ટોક્યો ખાતે યોજાયેલ એશિયન એજ ગ્રુપ ચેમ્પિયનશિપમાં શિખા ટંડનના રેકોર્ડ (2:26.41s)ને તોડ્યો. નેશનલ ચેમ્પિયનશીપમાં પાંચ વખત 'ઓવરઓલ બેસ્ટ સ્વિમર' ખિતાબ જીત્યો, જેમાં સિનિયર નેશનલમાં બે વાર સમાવેશ થાય છે ત્રણેય બેકસ્ટ્રોક ઇવેન્ટ્સ જીતનાર પ્રથમ ભારતીય તરણવીર છે. માના પટેલે રાષ્ટ્રીય સ્તરે ૭૨ અને આંતરરાષ્ટ્રીય સ્તરે 25 મેડલ જીતી દેશ અને ગુજરાતનું નામ રોશન કર્યું છે આશા રાખીએ કે તે ઓલમ્પીકમાં મેડલ મેળવી કોઇ ભારતીય અથલીટે મેડલ ન જીત્યા નું મહેણું ભાંગે.

(4:55 pm IST)