Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

ધ્યાનચંદના જાદુથી ભારતે પહેલો ઓલમ્પીક ગોલ્ડ જીત્યો

તાવથી તપતા શરીર છતા મેજર ધ્યાનચંદ ફાઇનલમાં રમવા ઉતર્યા હતાઃ બે ગોલ ફટકારી વિજય અપાવ્યો

૧૯ર૮ના નોર્વે ઓલમ્પીકમાં ચેમ્પીયન બનેલી ટીમની યાદગાર તસ્વીર. નીચે ડાબેથી બીજા મેજર ધ્યાનચંદ નજરે પડે છે.

નવી દિલ્હી, તા., ૨: ટોકયો ઓલમ્પીક  ખેલો ર૦ર૦ ની જુલાઇ ર૪ થી ૯ ઓગષ્ટ વચ્ચે રમાનાર  હતા પરંતુ વૈશ્વિક મહામારી કોરોનાના કારણે આ વર્ષે ર૦ર૧ની ર૩ જુલાઇથી ૮ ઓગષ્ટ વચ્ચે યોજાવા જઇ રહયા છે. ભારત ઓલમ્પીકની જુદી જુદી રમતોમાં પોતાની ટીમો અને ખેલાડીઓને ઉતારી રહી છે. ટીમ ઇવેન્ટમાં ટીમોનું અને વ્યકિતગત ખેલોમાં વ્યકિતગત સ્પર્ધકોનું નિશાન માત્ર ચંદ્રકો જીતવાનું છે. ત્યારે રમત ગમતના શોખીન વાંચકોએ જાણેલી-નહિ જાણેલી યોજાઇ ચુકેલા ઓલમ્પીક રમતોત્સવની વાતો રોજબરોજ રજુ કરીએ છીએ. આજે ભારતના શિરમોર સમા હોકી પ્લેયર મેજર ધ્યાનચંદે ૧૯ર૮ના નોર્વે ઓલમ્પીકમાં ઉત્કૃષ્ઠ દેખાવ કરી ભારતને અપાવેલા ઓલમ્પીક ગોલ્ડની વિગતો જોઇએ.  

ભારત આ ઓલમ્પીકમાં  બ્રીટીશ ઝંડાની આગેવાનીમાં ઉતર્યુ હતું. ઓલમ્પીક ઇતિહાસનો પહેલો ગોલ્ડ ભારત જીત્યું હતું. આ મેડલથી ભારતીય હોકીનો સુવર્ણકાળ શરૂ થયો. સર્વાધિક બ્રિટીશ ખેલાડીઓ ટીમમાં હોવા છતાં ભારતીય ખેલાડી મેજર ધ્યાનચંદે ફાઇનલમાં તપતા શરીર સાથે બે ગોલ ફટકારી પોતાની ટીમને જીત અપાવી હતી. ભારતનો સામનો ફાઇનલમાં મેજબાન નેધરલેન્ડ સાથે હતો. આ મેચમાં ૩-૦ થી નેધરલેન્ડને હાર આપવામાં આવી હતી. આ પૈકીના ર ગોલ ધ્યાનચંદે ફટકાર્યા હતા.

આ ઓલમ્પીક ખેલોથી મશાલ જલાવવાની શરૂઆત થઇ હતી. આનો વિચાર પ્રાચીન યુનાન રમતોત્સવથી પ્રેરીત હતો.  પ્રાચીન ઓલમ્પીક ખેલોમાં હેસ્ટીયા (યુનાની દેવી)ની પ્રાચીર ઉપર સતત આગ પ્રગટાવેલી  રાખવામાં આવતી હતી.

(3:22 pm IST)