Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

દિવંગત રાષ્‍ટ્રપતિ નેલસન મંડેલાના જન્‍મદિવસ 18 જુલાઇથી સાઉથ આફ્રિકામાં 24 ટોપ ખેલાડીઓની સાથે 3 ટીમોની ક્રિકેટ ટુર્નામેન્‍ટ

જોહાનિસબર્ગ: કોરોના વાયરસ મહામારી વચ્ચે દક્ષિણ આફ્રીકામાં 18 જુલાઇના રોજ ક્રિકેટ ફરી મેદાન પર પરત ફરશે જ્યારે 24 ટોપ ખેલાડીઓની સાથે 3 ટીમોની ટૂર્નામેન્ટ યોજાશે. આ મેચ પહેલા 27 જૂનના રોજ થવાની હતી પરંતુ સમય પર સ્વાસ્થ્ય દિશા નિર્દેશો સંબંધી મંજૂરી ન લેવામાં આવતાં તેને સ્થગિત કરવામાં આવી હતી. ક્રિકેટ દક્ષિણ આફ્રીકાએ બુધવારે જાહેરાત કરી હતી કે આ 18 જુલાઇથી રમાશે જે દિવંગત રાસઃટ્રપતિ નેલસન મંડેલાનો જન્મદિવસ પણ છે.

ક્રિકેટ દક્ષિણ આફ્રીકાના મુખ્ય કાર્યકારી જાક ફાઉલએ એક નિવેદનમાં કહ્યું કે 'આ મેચને કરાવવા માટે નેલસન મંડેલા દિવસથી વધુ કોઇ સારો દિવસ ન હોઇ શકે. કારણ કે મુખ્ય હેતુ કોરોના વાયરસથી પ્રભાવિત લોકોની મદદ માટે ધન એકઠું કરવાનો છે. દક્ષિણ આફ્રીકામાં કોરોના મહામારી બાદ સીધા પ્રસારિત થનાર આ પ્રથમ રમતનું આયોજન હશે.

''થ્રીટી ક્રિકેટ' (3TCricket) કહેવામાં આવતા આ મેચનું આયોજન સેંચુરિયનમાં થશે પરંતુની હાજરી રહેશે નહી. 8-8 ખેલાડીઓની ત્રણ ટીમો હશે પરંતુ મેચ એક જ હશે. દરેક ટીમને 12 ઓવર મળશે અને બાકી બંને ટીમ 6-6 ઓવર નાખશે. ટીમોના કેપ્ટન ક્વિંટોન ડિકોક, એબી ડિવિલિયર્સ અને કૈગિસો રબાડા હશે.

ખેલાડી 3 દિવસ પહેલાં ભેગા થશે અને તમામની કોરોના વાયરસની તપાસ મેચ પહેલા6 અને મેચ પછી કરવામાં આવશે. જેથી 5 દિવસ પહેલાં જ સરકારે ગ્રુપમાં પ્રેક્ટિસની પરવાનગી ક્રિકેટરોને આપી છે. આ મે ચર દરમિયના દેશના ટોપ ક્રિકેટરો લાંબા સમય બાદ મેચ પ્રેકટિસમાં મળશે અને તેનાથી ચેરિટી માટે રકમ પણ એકઠી કરશે. ઘરેલૂ મેચોને ફરીથી શરૂ કરતાં પહેલાં આ મેચને ટ્રાયલની માફક જોવામાં આવે છે.

(6:03 pm IST)