Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

કોફી વિથ કોહલી એન્ડ રાહુલ

નવી દિલ્હીઃ તાજેતરમાં સોશ્યલ મીડીયામાં એકિટવ રહેતા વિરાટ કોહલીએ પોતાના સાથી પ્લેયર લોકેશ રાહુલને ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તેનો આ પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. વાસ્તવમાં લોકેશ રાહુલે ઈન્સ્ટાગ્રામ પર કોફી પીતો પોતાનો ફોટો અપલોડ કર્યો હતો અને કેપ્શનમાં કોફી લખ્યું હતું. કોહલીએ તેને ટ્રોલ કરવાના આશયથી કહ્યું કે તેરા કપ ગંદા હૈં, જેના જવાબમાં રાહુલે કહ્યું કે લેકિન દિલ સાફ હૈં. પોતાનો ફિયાસ્કો થાય બાદ કોહલીએ માત્ર હોકારો ભણ્યો હતો.

(3:05 pm IST)