Gujarati News

Gujarati News

News of Monday, 2nd July 2018

આર્જેન્ટીનાના મીડફિલ્ડર માસ્ચેરાનોએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી કરી નિવૃત્તિ જાહેર

નવી દિલ્હી: ફિફા વર્લ્ડ કપના રાઉન્ડ ઓફ ૧૬માં સ્પેન સામેની હાર સાથે વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાયેલા આર્જેન્ટીનાનો સુપરસ્ટાર સ્ટ્રાઈકર લાયોનેલ મેસી નિવૃત્તિ જાહેર કરી દે તેવી અટકળો ચાલી રહી છે. જોકે આ અંગે તેણે કોઈ સ્પષ્ટ જાહેરાત કરી નથી. જોકે આર્જેન્ટીનાના મીડફિલ્ડર માસ્ચેરાનોએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. ૩૪ વર્ષનો માસ્ચેરાનો ૧૪૫ મેચો રમીને આર્જેન્ટીના તરફથી સૌથી વધુ મેચ રમવાનો રેકોર્ડ ધરાવે છે. માસ્ચેરાનોએ કહ્યું કે, હું માનું છું કે, મારી કારકિર્દી પુરી થઈ ગઈ છે. હું હવે માત્ર આર્જેન્ટીનાની ફૂટબોલ ટીમનો ફેન બની રહીશ. મારા માટે આ સમય આંતરરાષ્ટ્રીય ફૂટબોલને અલવિદા કહેવાનો છે. હું ટીમને હવે બહાર રહીને સમર્થન આપીશ. આશારાકું છું કે, ભવિષ્યના ખેલાડીઓ આર્જેન્ટીનાને વધુ ઉંચાઈએ લઈ જશે.

 

 

(4:34 pm IST)