Gujarati News

Gujarati News

News of Monday, 2nd July 2018

મલેશિયા ઓપનનો ખિતાબ 12મી વખત જીત્યો લી ચોન્ગ વેઇએ

નવી દિલ્હી: મલેશિયાના દિગ્ગ્જ બેડમિન્ટન ખેલાડી લી ચોન્ગ વેઇએ પોતાનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખતા 12મી વખત મેલેશિયા ઓપનનો ખિતાબ પોતાના નામે કર્યો છે. ખિતાબ જીતવાના સાથે સૌથી વધુ વખત ખિતાબ પોતાના નામે કરવાનો રેકોર્ડ પણ લી ચોંગે પોતાના નામે કર્યો છે. વર્લ્ડ નંબર 6 વેઇએ ફાઇનલમાં જાપાનના વર્લ્ડ નંબર 11 કેન્ટો મોમોટાને એક કલાક અને 11 મિનિટના મુકાબલામાં 21-17,23-21થી હરાવીની જીત મેળવી છે. જોકે વેઇ માટે જીત મેળવવી સરળ હોતી પણ વેઈનો અનુભવ છેલ્લી ક્ષણે કામ લાગ્યો અને ટુર્નામેન્ટનો ખિતાબ પોતાના નામે કર્યો.વેઇ એકમાત્ર એવો ખેલાડી છે જેને 10થી વધુ વખત મલેશિયા ઓપનનો ખિતાબ પોતાના નામે કર્યો છે. સિવાય સિંગાપુરના વોન્ગ પેન્ગ સુને ખિતાબ 8 વખત જીત્યો છે.

(4:34 pm IST)