Gujarati News

Gujarati News

News of Monday, 2nd July 2018

મદનલાલને હરાવીને ટીવી એન્કર રજત શર્મા બન્યા ડીડીસીએના નવા અધ્યક્ષ

નવી દિલ્હી: વરિષ્ઠ પત્રકાર અને ટીવી એન્કર રજત શર્મા દિલ્હી તથા જિલ્લાના ક્રિકેટ સંઘના નવા અધ્યક્ષ બન્યા છે. રજત શર્માએ પેનલ ચૂંટણીમાં પોતાના હરીફ મદનલાલ અને વિકાસ સિંહની પેનલને હરાવીને મોટી જીત હાસિલ કરી છે. પેનલની 12 સીટો પર પોતાનો કબ્જો રજત શર્માએ જમાવી લીધો છે. ડીડીસીએના 27 થી 30 જૂન સુધી ચૂંટણી પછી પરિણામો આજે બહાર પાડવામાં આવ્યા છે. જેમાં રજત શર્માની પૈનલ જંગી મત સાથે જીતીને અન્યના સૂપડા સાફ કરી દીધા છે. રજત શર્માએ અધ્યક્ષ પદ માટે અન્ય બે ઉમેદવાર પૂર્વ ક્રિકેટર મદનલાલ અને સિનિયર વકીલ વિકાસ સિંહને પરાજિતકર્યા છે.અધ્યક્ષ પદ માટે કરવામાં અવેલે વોટિંગમાં રજત શર્માના ભાગમાં 54.40 ટકા મતદાન થયું છે. તેમને કુલ 1521 વોટ મળ્યા છે. જયારે મદનલાલને 1004 અને વિકાસ સિંહને 232 વોટ મળ્યા છે.

(4:31 pm IST)