Gujarati News

Gujarati News

News of Monday, 2nd July 2018

ભારતીય ઓલિમ્પિક એસો.ના મનઘડત નિર્ણયોના કારણે

૨૪ વર્ષ બાદ એવું બનશે કે ભારતની ફૂટબોલ ટીમ એશિયન ગેમ્સમાં નહિં રમે

નવી દિલ્હી : ભારતીય ઓલિમ્પિક એસોસીએશનના નિર્ણયને કારણે ભારતીય ફૂટબોલ ટીમ આવતા મહિને ઈન્ડોનેશિયામાં યોજાનારી એશિયન ગેમ્સમાં ભાગ નહિં લે. ભારતીય ઓલિમ્પિક એસોસીએશને (આઈઓએ) લીધેલા આ નિર્ણય બાદ ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશનના પ્રમુખે આઈઓએની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે તેમનામાં વિઝનનો અને યોગ્યતાનો અભાવ છે.

હાલમાં દુનિયાભર પર ફૂટબોલ વર્લ્ડકપનો ફિવર જોવા મળી રહ્યો છે. ત્યારે ભારતીય ફૂટબોલ ટીમ ૧૯૯૪ બાદ પહેલી વખત એશિયન ગેમ્સમાં નહિં રમી શકે. ભારતીય ઓલિમ્પિક એસોસીએશનની ઝાટકણી કાઢતા ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશને કહ્યું છે કે, આઈઓસીમાં ફૂટબોલની વૈશ્વિકતા અને વ્યાપકતાને સમજવાનું વિઝન નથી. આ રમત વિશ્વના ૨૧૨ જેટલા દેશોમાં રમાય છે અને એશિયાની ટોચની પાંચ ટીમો જ વર્લ્ડકપમાં રમી શકે છે, જયાં સ્પર્ધાનું સ્તર અત્યંત ઉચ્ચ કક્ષાનું હોય છે. એશિયાડ ફૂટબોલમાં અન્ડર-૨૩ના પ્લેયર્સને રમવાની તક મળે છે અને પ્રત્યેક ટીમ ત્રણ ઓવરએ જ ખેલાડીઓ રમાડી શકે છે. જો કે ભારતીય ઓલિમ્પિક એસોસીએશને એશિયાડમાં કોઈ પણ ટીમને મોકલવા માટે એવો વિવાદીત ક્રાઈટેરીયા નક્કી કર્યો છે કે જે ટીમો કોન્ટીનેન્ટલ લેવલના રેન્કીંગમાં ટોપ ૮માં સ્થાન ધરાવતી હોય તેને જ એશિયાડમાં મોકલવી.(૩૭.૬)

 

(1:54 pm IST)