Gujarati News

Gujarati News

News of Monday, 2nd July 2018

રોનાલ્ડોના ફેને મેસ્સીની આર્જેન્ટીનાની ટીમને કરી ટુર્નામેન્ટમાંથી બહાર

ફ્રાન્સે આર્જેન્ટીનાની ટીમને ૪-૩થી હરાવી હતી જેમાં ફ્રાન્સના ૧૯ વર્ષના ખેલાડી કાયલીયન એમબાપેએ સમગ્ર દુનિયાને પોતાના પ્રદર્શનથી આશ્ચર્યચકિત કર્યા હતા. ૧૯ વર્ષનો આ ખેલાડી બે ગોલ કરીને મેન ઓફ ધ મેચ પણ બન્યો હતો. રસપ્રદ વાત એ છે કે ૧૯ વર્ષનો એમબાપે મેસીના સૌથી મોટા હરીફ પોર્ટુગલના રોનાલ્ડોને પોતાનો રોલમોડલ ગણે છે. ફ્રાન્સે મેસ્સીની ટીમને હરાવી ત્યારથી જ ટ્વીટર પર તેના ફોટો વાઈરલ થયા છે જેમાં એક ફોટોમાં તે રૂમમાં બેઠો છે જેની દિવાલો પર તમામ સ્થળે રોનાલ્ડોના ફોટો છે. તો અન્ય એક ફોટોમાં તે રોનાલ્ડોની સાથે એક ફેન તરીકે ઉભેલો દેખાય છે.(૩૭.૧)

(1:51 pm IST)