Gujarati News

Gujarati News

News of Monday, 2nd July 2018

આજથી વિમ્બલ્ડનનો પ્રારંભ : નવમું ટાઈટલ જીતવા માગશે રોજર ફેડરર

પોતાની કરીઅરમાં ૨૦ ગ્રેન્ડ સ્લેમ ટાઈટલ જીતી ચૂકેલો રોજર ફેડરર આજથી શરૂ થતી વિમ્બલ્ડન ઓપનમાં વધુ એક ટાઈટલ જીતવાનો પ્રયાસ કરશે. ગયા વર્ષે ક્રોએશિયાના મારીન સિલિકને હરાવીને ફેડરર આ ટાઈટલ જીત્યો હતો. હવે તેની નજર આ ટાઈટલને બચાવવા પર અને નવમી વખત વિમ્બલ્ડનની ટ્રોફી જીતવા પર હશે. ભારતની વાત કરીએ તો પુરૂષ ડબલ્સમાં રોહન બોપન્ના, વિષ્ણુ વર્ધન અને શ્રીરામ બાલાજી પાસેથી ઘણી આશા છે. જયારે પુરૂષ સિંગલ્સમાં યુકી ભાંબરી જીતવાની કોશિષ કરશે. ૨૩ ગ્રેન્ડ સ્લેમ ટાઈટલ જીતી ચૂકેલી અમેરીકાની સેરેના વિલિયમ્સ આ ટુર્નામેન્ટમાં પાછી ફરી છે. ગયા સપ્ટેમ્બરમાં દિકરીના જન્મ પછી પહેલી ગ્રેન્ડ સ્લેમ ટુર્નામેન્ટ રમશે. જો સેરેના તેના અસલ ફોર્મમાં આવે તો તે કોઈપણ પ્રતિસ્પર્ધીને હરાવી શકે છે.(૩૭.૧)

(1:51 pm IST)