Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

કૃણાલ અને વિરાટે હાર્દિક પંડયાને અભિનંદન આપ્યા

ધોની સોશિયલ મીડિયામાં લાઈવ વાતો કરવાથી દૂર રહે છે

નવી દિલ્હી, તા. ૨: હાર્દિક પંડ્યા પિતા બનવાનો છે. પંડ્યાએ ઇન્સ્ટાગ્રામ પર ફિયાન્સે નતાશા સાથેની તસવીરો શેર કરીને આ વાતનો ખુલાસો કર્યાે છે. બંનેએ જાન્યુઆરી ૨૦૨૦માં દુબઈમાં જ સગાઈ કરી હતી. હાર્દિક અને સ્ટેનકોવિક લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતાં. પંડ્યાએ નતાશા સાથેની તસવીર શેર કરીને પ્રેગ્નેન્સીની ખબર શેર કરી ત્યારથી બધા લોકો તેને શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પણ કોમેન્ટ કરીને હાર્દિકને શુભકામનાઓ પાઠવી છે. આ ઉપરાંત કૃણાલ પંડ્યાએ સોશિયલ મીડિયા પર હાર્દિક અને નતાશા સાથેની તસવીર શેર કરીને બંને કપલને શુભકામનાઓ પાઠવી. કૃણાલે હાર્દિક માટે લખ્યું, શુભકામના હાર્દિક અને નતાશા. તમારા માટે હું ખૂબ ખુશ છું, નાના મહેમાનના સ્વાગત માટે અમે બધા રાહ નથી જોઈ શકતા.

(2:40 pm IST)