Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

ફ્રેન્ચ ઓપનમાં આ ખેલાડીઓની રહી જીત

નવી દિલ્હી: માત્ર ૨૧ વર્ષની ઉંમરે ફ્રેન્ચ ઓપનમાં સેકન્ડ સીડેડ પ્લેયર તરીકે રમી રહેલા જર્મનીના એલેક્ઝાન્ડર ઝ્વેરેવને સતત બીજી મેચ જીતવા માટે પાંચ સેટનો સંઘર્ષ કરવો પડયો હતો. મેન્સ સિંગલ્સના ત્રીજા રાઉન્ડમાં ઝ્વેરેવે બોસ્નીયાના ડામિર ઝુમ્હુર સામે -, -, -, - (-), -૫થી વિજય મેળવીને ચોથા રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો હતો. ઝ્વેરેવને જીતવા માટે ત્રણ કલાક અને ૫૪ મિનિટનો મુકાબલો ખેલવો પડયો હતો. હવે તેનો મુકાબલો રશિયાના ખાચાનોવ કે પછી ફ્રાન્સના લુકાસ પાઉલે સામે થશે. નોંધપાત્ર છેકે, ઝ્વેરેવને બીજા રાઉન્ડમાં પણ સર્બિયાના લાજોવિચ સામે પાંચ સેટ તેમજ કલાક અને ૨૪ મિનિટના સંઘર્ષ બાદ જીત મળી હતી. ઝ્વેરેવની સાથે સર્બિયાનો ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન યોકોવિચ પણ -, - (-), - (-), -૨થી ૧૩મો સીડ ધરાવતા સ્પેનના બૌતીસ્તા એગ્યુટને હરાવીને ચોથા રાઉન્ડમાં પ્રવેશ્યો છે. હવે તેની ટક્કર સ્પેનના વર્ડાસ્કો સામે થશે. ૩૦મો સીડ ધરાવતા વર્ડાસ્કોએ - (-), -, -૪થી ચોથો સીડ ધરાવતા બુલ્ગારિયાના ડિમિટ્રોવને ત્રીજા રાઉન્ડમાં હરાવીને અપસેટ સર્જ્યો હતો.   જાપાનના ૧૯મો સીડ ધરાવતા નિશિકોરીએ -, -, -૩થી ફ્રાન્સના જીલેસ સિમોનને હરાવ્યો હતો. જ્યારે ગઈકાલે મોડી રાત્રે પુરી થયેલી મેચમાં ડેલ પોટ્રોએ -, -, -૨થી ફ્રાન્સના બેનેટેયુને, આઇસનરે - (-૧૦), - (-), - (-), -૨થી આર્જેન્ટીનાના ઝેબાલોસને હરાવ્યો હતો. ફ્રાન્સના હેર્બેર્ટીએ તેના દેશના ચાર્ડીને -, -,-, -, -૭ના સંઘર્ષ બાદ અને આર્જેન્ટીનાના સ્વાર્ટ્ઝમાને ચેક રિપબ્લિકના પાવ્લાસેકને -૧૬-, -૧થી પરાસ્ત કર્યો હતો.

(4:10 pm IST)