Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

હરીકેન રીલીફ ટી-૨૦ ચેલેન્જમાં વેસ્ટઈન્ડિઝની ટીમે એકતરફી જીત

નવી દિલ્હી: લોર્ડસમાં યોજાયેલ વેસ્ટઈન્ડિઝ અને આઈસીસી વર્લ્ડ ઈલેવન વચ્ચે હરીકેન રીલીફ ટી-૨૦ ચેલેન્જ મેચમાં વેસ્ટઈન્ડિઝની ટીમે એકતરફી જીત મેળવતા વર્લ્ડ ઈલેવનને ૭૨ રનથી હાર આપી. મેચમાં પ્રથમ વેસ્ટઈન્ડિઝે એવિન લુઈસ, માર્લોન સેમ્યુઅલ, દિનેશ રામદીનની ધમાકેદાર બેટિંગની મદદથી ૨૦ ઓવરમાં ૧૯૯ રનનો સ્કોર ખડક્યો. ત્યારબાદ વિન્ડિઝના બોલરોએ વર્લ્ડ ઈલેવનની સમગ્ર ટીમને માત્ર ૧૨૭ રનના સ્કોરે ઓલઆઉટ કરીને ૭૨ રનના વિશાળ અંતરથી મેચ પોતાના નામે કરી. ચેરીટી મેચનુ લક્ષ્ય કેરેબિયન વિસ્તારમાં પાંચ ક્રિકેટ સ્ટેડિયમોના નવીનીકરણ માટે ફંડ એકઠુ કરવાનો હતો. 
લોર્ડ્સના મેદાન પર રમાયેલ મેચમાં ભારત તરફથી એકમાત્ર ક્રિકેટર દિનેશ કાર્તિક હતો. જોકે તે ખાતુ ખોલ્યા વિના પેવેલિયન પરત ફર્યો હતો. વિન્ડિઝ તરફથી લુઈસે ૫૮, સેમ્યુઅલે ૪૩ અને રામદીને ૪૪ રનની ઈનિંગ રમી હતી. વિન્ડિઝે ૨૦ ઓવરમાં વિકેટ ગુમાવી ૧૯૯ રન બનાવ્યા હતા. જ્યારે વર્લ્ડ ઈલેવન તરફથી રાશિદ ખાને અને શાહિદ આફ્રિદી અને સોએબ મલિકે - વિકેટ લીધી હતી. ૨૦૦ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલ વર્લ્ડ ઈલેવનની ટીમે રનના સ્કોરે પોતાની ચાર વિકેટ ગુમાવી દીધી હતી. જેમાં દિનેશ કાર્તિક શુન્ય રને આઉટ થયો હતો. 
વર્લ્ડ ઈલેવન તરફથી થીસારા પરેરાએ ૬૧ રનની લડાયક ઈનિંગ રમી હતી, જોકે સામે છેડે કોઈએ તેનો સાથ આપતા આખરે ટીમ ૧૬. ઓવરમાં ૧૨૭ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. વિન્ડિઝ તરફથી વિલીયમ્સે , બદ્રી અને રસેલે - વિકેટ ઝડપી હતી.

(4:09 pm IST)