Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

નેપાળ, નેધરલેન્ડ, સ્કોટલેન્ડ અને યુએઈને વનડે રેન્કિન્ગમાં મળ્યું સ્થાન

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે આજે નેપાળ, નેધરલેન્ડ, સ્કોટલેન્ડ અને યુએઈને ૧૨ વર્તમાન દેશો સાથે એક દિવસીય રેકીંગમાં સ્થાને આપ્યુ. આઈસીસી દ્વારા જાહેર કરાયેલ એક પરિપત્રમાં જણાવાયુ છે કે, નવી ટીમો હવે જે દ્વિપક્ષીય વન-ડે મેચ રમશે તેમને પોઈન્ટ ટેબલમાં સામેલ કરવામાં આવશે. નેધરલેન્ડે ગત વર્ષે આઈસીસી વિશ્વ ક્રિકેટ લીગ ચેમ્પિયનશીપ જીતીને એક દિવસીય દરજ્જો અને ૧૩ ટીમોને વન-ડે લીગમાં સામેલ કરવામાં આવી છે. 
સ્કોટલેન્ડ, નેપાળ અને યુએઈએ આઈસીસી વિશ્વકપ ક્વાલીફાયર ૨૦૧૮માં એસોસીએટ દેશોમાં ટોપ ત્રણમાં રહેવાના કારણે વનડે દરજ્જો મેળવ્યો છે. સ્કોટલેન્ડે ૨૮ પોઈન્ટ સાથે ૧૩મો ક્રમાંક મેળવ્યો છે. તે ૧૨માં ક્રમાંક પર રહેલ આયર્લેન્ડથી ૧૦ પોઈન્ટ પાછળ છે. યુએઈના ૧૮ પોઈન્ટ છે અને તે ૧૪માં ક્રમાંકે છે. નેધરલેન્ડના ૧૩ પોઈન્ટ છે. નેધરલેન્ડ અને નેપાળે યાદીમાં જગ્યા બનાવવા માટે હજી ચાર મેચ વધુ રમવાની જરુર છે. 
આઈસીસી દ્વારા જાહેર પરિપત્રમાં જણાવાયુ છે કે, નવી ટીમોને પોઈન્ટ ટેબલમાં સામેલ કરાતા ટેસ્ટ મેચ રમનારા ૧૨ દેશોની સ્થિતિમાં કોઈ ફેરફાર નથી પડયો. આગામી આઈસીસી વિશ્વ કપના મેજબાન ઈંગ્લેન્ડ વન-ડે રેકીંગમાં હજી પણ ટોપ પર છે. ત્યારબાદ ભારતનો નંબર આવે છે જે તેના કરતા ત્રણ પોઈન્ટ ઓછા છે.

(4:14 pm IST)