Gujarati News

Gujarati News

News of Thursday, 2nd May 2019

સ્પોટ્ર્સ સ્ટાર પર ફિલ્મો બનવી એ સારી સાઈન છે : કપિલ દેવ

કપિલ દેવનું કહેવું છે કે ખેલાડીઓના જીવન પર ફિલ્મો બનાવવામાં આવે એ ખૂબ જ સારી વાત છે. ૧૯૮૩માં ભારતે પહેલી વાર જીતેલા ક્રિકેટ વર્લ્ડ કપ પર કબીર ખાન ફિલ્મ '૮૩' બનાવી રહ્યો છે. આ ફિલ્મમાં કપિલ દેવનું પાત્ર રણવીર સિંહ ભજવી રહ્યો છે.

આ પહેલાં પણ 'ભાગ મિલ્હા ભાગ', 'એમ. એસ. ધોની : ધ અનટોલ્ડ સ્ટોરી'અને 'દંગલ' જેવી ફિલ્મો બની ચૂકી છે. આ વિશે પૂછતાં કપિલ દેવે કહ્યું હતું કે સ્પોર્ટ્સ સ્ટાર્સ પર બાયોપિક અને ફિલ્મો બની રહી છે એનો મતલબ એ થયો કે ઇન્ડિયા હવે રિયલ ફિલ્મો માટે તૈયાર છે, જે એક સારી સાઇન છે. વીસ વર્ષ પહેલાં ઇન્ડિયા આવી ફિલ્મો માટે તૈયાર નહોતું.

(3:48 pm IST)