Gujarati News

Gujarati News

News of Thursday, 2nd May 2019

નેસ વાડિયાને કારણે પંજાબની ટીમ IPLમાંથી સસ્પેન્ડ થઈ શકે

IPLના કોડ ઓફ કન્ડકટ પ્રમાણે ટીમ સાથે સંકળાયેલી કોઈ પણ વ્યકિત રમતને બદનામ કરે તો તેના પર એકશન લઈ શકાય

નવી દિલ્હી : આઇપીએલ ટીમ પંજાબના કો-ઓનર નેસ વાડિયાને જપાનમાં ડ્રગ્સ રાખવાના આરોપસર બે વર્ષની સજા થઈ છે એથી આવતી કાલે મુંબઈમાં કમિટી ઓફ એડમિનિસ્ટ્રેશનના સભ્યોની મીટિંગમાં આ મુદો ચર્ચામાં આવી શકે છે. આ વર્ષની શરૂઆતમાં વાડિયાને ૨૫ ગ્રામ ગાંજો રાંખવા બદલ જપાનના શહેર હોકાઇડો એરપોર્ટ પરથી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.

આઇપીએલના કોડ ઓફ કન્ડકટ પ્રમાણે ટીમ સાથે જોડાયેલી કોઈ વ્યકિત રમતને બદનામ ન કરી શકે અને એક કલમ એવી છે જે અનુસાર ટીમને સસ્પેન્ડ કરી શકાય છે. આઇપીએલ સ્પોટ ફિકિસંગ પ્રકરણ દરમ્યાન ચેન્નઈ અને રાજસ્થાનની ટીમને બે વર્ષ (૨૦૧૬ અને ૨૦૧૭) માટે સસ્પેન્ડ કરવામાં આવી હતી.

ભારતીય ક્રિકેટ બોર્ડના એક સિનિયર અધિકારીએ મીડિયાને કહ્યું હતું કે આ મામલો મુંબઈમાં આવતી કાલે યોજાનારી મીટિંગમાં ચર્ચામાં આવશે. એના પર ચર્ચા કરવાની જરૂર છે કે નહીં એનો નિર્ણય વહીવટદારો ન્યાયમૂર્તિ ડી. કે. જૈનને સોંપશે.

પંજાબની ટીમ અત્યારે પોઇન્ટ ટેબલમાં સાતમા ક્રમે છે. અને એ કયારેય યઇટલ નથી જીતી શકી.

(3:41 pm IST)