Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

૨૦૧૯નો આઈસીસી વિશ્વકપ ભારત જ જીતશે: ગાંગુલી

ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનુ માનવુ છે કે ભારત પોતાના સારા પ્રદર્શન અને યોગ્યતાના કારણે કોઈપણ આઈસીસી વિશ્વકપમાં જીત માટે પ્રબળ દાવેદાર છે. ગાંગુલીએ જણાવ્યુ કે, ભારત ૨૦૦૩ અને ૨૦૦૭માં પણ જીતના પ્રબળ દાવેદાર તરીકે રહ્યુ હતુ અને ત્યારબાદ ૨૦૧૧માં પણ એ જ સ્થિતિ હતી જ્યાં તે વિજેતા બનવામાં સફળ રહ્યુ હતું. 
પોતાની આત્મકથાના અનાવરણના પ્રસંગે ગાંગુલીએ જણાવ્યુ કે, હું વિશ્વની સર્વશ્રેષ્ઠ ટીામ જેવી વસ્તુમાં વિશ્વાસ નથી કરતો કારણકે દરેક ટીમ અગ પરિસ્થિતિમાં અલગ રીતે રમે છે, પરંતુ અમારી પાસે એવી ટીમ છે જે ખૂબ જ મજબુત છે અને સારુ પ્રદર્શન કરી રહી છે. ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટનના જણાવ્યા મુજબ અમે ૨૦૦૩ અને ૨૦૦૭માં જીત માટે પ્રબળ દાવેદાર હતા અને ૨૦૧૧માં પણ જ્યાં અમે જીત મેળવી.હજી પણ અમે જીત માટે પ્રબળ દાવેદાર છીએ. એ એટલા માટે કારણકે ભારતીય ક્રિકેટની જે સંસ્કૃતિ છે તે આને વિશેષ બનાવે છે. 
૨૦૦૩માં ગાંગુલીની કેપ્ટનશીપમાં જ ભારતે ફાઈનલમાં જગ્યા બનાવી હતી, પરંતુ જીતથી થોડી દૂર રહી ગઈ હતી. ૨૦૦૭માં ટીમનુ પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યુ હતું અને તે પ્રથમ તબક્કામાં જ હારીને ટૂર્નામેન્ટથી બહાર થઈ ગઈ હતી. આ પ્રસંગે હાજર રહેલ ગાંગુલીના સાથી ખેલાડી રહી ચુકેલ વીરેન્દ્ર સહેવાગ અને યુવરાજસિંહે પણ જણાવ્યુ કે ૨૦૧૯નો આઈસીસી વિશ્વકપ ભારત જ જીતશે.

(4:51 pm IST)