Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

ઓસ્ટ્રેલીયાના ખેલાડીઓ શીખશે નૈતિકતાના પાઠ

બોલ-ટેમ્પરીંગની ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે ઓસ્ટ્રેલીયન ક્રિકેટ બોર્ડ સક્રીય, આ કાર્ય માટે કરી નિષ્ણાંત વ્યકિતની નિમણુંક

બોલ-ટેમ્પરીંગની આંચકાજનક ઘટના બાદ ઓસ્ટ્રેલીયન ક્રિકેટ બોર્ડે પોતાના ક્રિકેટ કલ્ચરની સમીક્ષા માટે ખેલાડીઓને નૈતિકતાના પાઠ શીખવવા માટે નિષ્ણાંતની નિયુકિત કરી છે. ઓસ્ટ્રેલીયન ક્રિકેટ બોર્ડે કહ્યું હતું કે સાઉથ આફ્રિકા સામે માર્ચ મહિનામાં ત્રીજા ટેસ્ટ દરમ્યાન થયેલી ઘટનાનું પુનરાવર્તન ન થાય, જેણે ઓસ્ટ્રેલીયન ક્રિકેટ બોર્ડની છાપ બગાડી હતી. ઓસ્ટ્રેલીયન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ ડેવિડ પીવરે કહ્યું હતું કે અમે દર્શકોની હતાશાને સમજી શકીએ છીએ. એથી બોર્ડ આવી ઘટના ફરીથી ન બને તેની કાળજી રાખવા માગે છે. કેપટાઉનમાં ત્રીજા ટેસ્ટમાં કેપ્ટન સ્ટીવન સ્મીથ, વાઇસ કેપ્ટન ડેવીડ વોર્નર, કેમરન બેનક્રોફટ બોલ સાથે ચેડા કરવાના આરોપમાં અત્યારે પ્રતિબંધનો સામનો કરી રહ્યા છે. ઓસ્ટ્રેલીયન ક્રિકેટ બોર્ડે સિમોન લોન્ગસ્ટાફની નિયુકિત કરી છે. જે સિડનીમાં આવેલા ધ એથિકસ સેન્ટરના અધ્યક્ષ છે. તે વર્તમાન અને ભૂતપૂર્વ ખેલાડીઓ, હોદ્દેદારો, મીડિયા અને સ્પોન્સર્ડ સાથે વાત કરી સૂચનો આપશે.

(4:19 pm IST)