Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

સૌરવ ગાંગુલી એક દિવસ અચૂક પ.બં.માં મમતા બેનરજીનું સ્થાન લેશે

એ પહેલા ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પ્રમુખ બનશેઃ સેહવાગની આગાહી

કોલકતા : પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગે નવી દિલ્હીમાં પૂર્વ સુકાની સૌરવ ગાંગુલીના પુસ્તક વિમોચન વેળાએ કહ્યું કે ૧૦૦ ટકા દાદા (સૌરવ ગાંગુલી) એક દિવસ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બનશે પરંતુ આ પહેલા તેઓ બીસીસીઆઈના અધ્યક્ષ બનશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગાંગુલી હાલમાં બંગાળ ક્રિકેટ સંઘના અધ્યક્ષ અને બીસીસીસાઈની સલાહકાર સમિતિના સભ્ય છે.

(4:18 pm IST)