Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

વિમ્બ્લડનમાં ઈજા છતાં રમશે અને હારશે કે મેચ વચ્ચેથી પડતો મૂકી દેશે તો ઈનામની રકમ ૫૦ ટકા જ મળશે

ગત વર્ષે ઈજાઓ છતાં ૭ ખેલાડીઓ મેચ રમ્યા હતા

લંડન : વિમ્બ્લડનના અધિકારીઓએ ખેલાડીઓને ચેતવણી આપતા કહ્યું કે જો કોઈ ખેલાડી ઈજા પામેલો હોવા છતાં ટુર્નામેન્ટમાં રમતો હોય અને મેચ દરમિયાન ખસી જશે તો તેને મળતી નામની રકમમાંથી પણ હાથ ધોઈ નાખવા પડશે.

ઓલ ઈંગ્લેન્ડ કલબ પુરૂષો અને મહિલાઓના સિંગલ્સના મેચ દરમિયાન ઈજાના કારણે અધૂરો મેચ છોડી જવાના મામલે આ વર્ષે વિમ્બ્લડન દ્વારા ૫૦:૫૦ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. ગત વર્ષે ખેલાડીઓ ફિટ ન હોવા છતાં વિમ્બ્લડનના પ્રથમ રાઉન્ડમાં રમ્યા હતા. ઘણી ટીકાઓ થઈ હતી. હારવા છતાં આવા ખેલાડીઓને પુરસ્કારથી રકમ મળી હતી. ગત વર્ષે ટુર્નામેન્ટમાં સાત ખેલાડીઓએ મેચ પડતો મૂકી દીધો હતો.

નવા નિયમ મુજબ આવા ખેલાડીઓને ૫૦ ટકા રકમ જ મળશે. પ્રથમ રાઉન્ડમાં જ ખેલાડી બહાર થઈ જશે તો તેના ઉપર દંડ ફટકારવામાં આવશે આ વર્ષે હારનાર ખેલાડીને ૫૩ હજાર ડોલર આપવામાં આવશે.

(1:16 pm IST)