Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

દિકરી સાથે ભજ્જી રમ્યો ક્રિકેટ

ચેન્નઈની ટીમ આ સીઝનમાં વાપસી બાદ શાનદાર પ્રદર્શન કરી રહી છે. મેદાન પર ખેલાડી તો મેદાનની બહાર તેમની દિકરીઓ ભારે ચર્ચામાં છે. તાજેતરમાં જ હરભજનસિંહ અને તેની દિકરી હિનાયાનો પણ એક વિડીયો વાઈરલ થયો છે. સોમવારે પુણેમાં ચેન્નઈ પોતાની બીજી મેચ દિલ્હી સામે રમ્યુ હતું. મેચ પહેલા હરભજનસિંહ પોતાની દિકરી હિનાયા સાથે મેદાન પર ક્રિકેટ રમતો દેખાયો હતો. બંનેએ ગ્રાઉન્ડ પર કરેલી મસ્તીનો વિડીયો આઈપીએલએ પોતાના ટ્વીટર અકાઉન્ટમાં શેર કર્યો હતો. હિનાયાનો જન્મ ૨૦૧૬માં થયો છે. તે બે વર્ષની છે. આ પહેલા મહેન્દ્રસિંહ ધોનીની દિકરી ઝીવાએ પણ મેચ પહેલા પોતાના પપ્પાને શુભેચ્છા આપી હતી.

(1:14 pm IST)