Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

૧૮ વર્ષ બાદ રણજી ટ્રોફીમાં રમશે બિહાર

એક રાજય એક મતના આદેશ પર પુનઃ વિચાર કરવા સુપ્રિમ કોર્ટ તૈયાર : મહારાષ્ટ્ર ક્રિકેટ એસો.ની ચૂંટણી હવે ૧૧ મે સુધી નહિં યોજાય : સ્ટેટ ક્રિકેટ એસો.ની અવગણના ન કરી શકાય

સુપ્રિમ કોર્ટે બિહાર ક્રિકેટ ટીમનો રણજી ટ્રોફીમાં રમવાનો રસ્તો સાફ કરી દીધો છે. બિહારની ટીમ ૧૮ વર્ષ બાદ આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં ભાગ લેશે. સુપ્રિમ કોર્ટે કહ્યું હતું આ વર્ષે સપ્ટેમ્બરમાં તમામ ટુર્નામેન્ટમાં બિહારની ટીમ રમશે. ક્રિકેટ એસોસીએશન ઓફ બિહારને ભારતીય ક્રિકેટ બોર્ડના પદાધિકારીઓ પર અદાલતના આદેશના અનાદરનો આરોપ મૂકતા કહ્યુ હતું કે ચોથી જાન્યુઆરીએ સુપ્રિમ કોર્ટે એવો આદેશ આપ્યો હતો કે બિહારને પણ રણજી તેમજ અન્ય સ્પર્ધાઓમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવે, પરંતુ ક્રિકેટ બોર્ડે વિજય હઝારે ટ્રોફી અને આઈપીએલમાં બિહારના ખેલાડીઓનો સમાવેશ નહોતો કર્યો.

આ સાથે મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનની ચૂંટણી હવે ૧૧ મે સુધી નહિં થાય. સુપ્રિમ કોર્ટે કહ્યું હતું કે મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન સંવિધાન કોર્ટના આદેશ મુજબ ન બનાવે તો એ માન્ય નહિં હોય. બીજી તરફ સુપ્રિમ કોર્ટે કહ્યું હતું કે કોર્ટ એક રાજય એક મતના આદેશ પર ફરીથી વિચાર કરવા માટે તૈયાર છે. ઐતિહાસિક ભૂમિકા ધરાવતા સ્ટેટ ક્રિકેટ એસોસીએશનની સાવ અવગણના ન કરી શકાય.

(1:12 pm IST)