Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

કલકત્તાને થયો હાશકારો રાણા કોરોના -નેગેટિવ

નીતીશ રાણાનો કોરોના રિપોર્ટ ગઇ કાલે નેગેટિવ આવતા કલકત્તા નાઇટ રાઇડર્સ ટીમને હાશકારો થયો હતો. ટીમ જણાવ્યું હતુ કે ૨૧ માર્ચે નીતીશે મુંબઇમાં કોરોના નેગેટિવ સાથે હોેટેલમાં ચેકઇન કર્યું હતું. પ્રોટોકલ મુજબ ૨૨મી માર્ચે કરાયેલી તેની કોરોના ટેસ્ટ પોઝીટીવ આવી હતી. જો કે તેનામાં કોરોનાનાં કોઇ લક્ષણ નહોતાં દેખાતાં. તેને મુંબઇની હોટેલમાં કવોરન્ટીન કરવામાં આવ્યો હતો. ગઇ કાલે કરવામાં આવેલી તેની કોરોના ટેસ્ટ નેગેટિવ આવી હતી. અમે આશા કરીએ છીએ કે તે સંપૂર્ણ સ્વચ્થ રહે અને ટીમ સાથે ટ્રેઇનિંગમાં વહેલી તકે જોડાય.

(3:16 pm IST)