Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

આઇપીએલની ફ્રેન્ચાઇઝીઓ વોટ્સએપ ગ્રુપમાં ખેલાડીઓના પ્રશ્નોના જવાબ આપશે

નવી દિલ્હી : આ વર્ષે આઇપીએલ રમાશે કે નહીં એની ચિંતા આયોજકથી માંડીને ચાહકોને પણ છે. વળી ખેલાડીઓનું પણ આ વિશેનું પિકચર હજી કિલયર નથી. એવામાં ખેલાડીઓના ડાઉટ સોલ્વ કરવા માટે આઇપીએલની એક ફ્રેન્ચાઇઝીઓ વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું છે.  આઇપીએલ અધિકારીએ આ વિશે જાણકારી આપતાં કહ્યું હતું કે, 'તમ સમજો તો એ પ્લેયરો જ છે જેમણે મેદાનમાં જઇને રમવાનું છે. ટીકાકારો પૈસા અને અન્ય બાબતો પર ચર્ચા કરશે, પણ જો ક્રિકેટરને જ ખબર નહીં હોય કે તેમણે રમવનું છે કે નહીં તો તેઓ તૈયારી કેવી રીતે કરી શકશે. એ કામ તેના માટે પછી અઘરૂ થઇ પડશે. મિડીયામાં પણ ઘણી વાતો ચાલી રહી છે અને એમાં કોઇ સ્પષ્ટ જવાબ મળી ન રહેતા ખેલાડીઓ કન્ફયુઝડ થઇ જાય છે. માટે આ સમસ્યાના નિવારણ માટે અમે વોટ્સએપ ગ્રુપ બનાવવાનું નક્કી કર્યુ છે જેના લીધે ખેલાડીઓના શંકાનું નિવારણ થઇ શકે.

(4:14 pm IST)