Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

વોટ એન અચીવમેન્ટઃ સચિન * આપણી ટીમ ઉપર ગર્વઃઝુલન

અન્ડર- ૧૯ વર્લ્ડ ચેમ્પિયન ટીમને અભિનંદનમાં કોણે શું કહ્યું? : શેફાલી વર્મા ૨૦૨૦માં મેલર્બનમાં વિમેન્સ ટી-૨૦ વર્લ્ડ કપ હારી ગયા પછી ખૂબ રડી હતી. જો કે રવિવારે સાઉથ આફ્રિકામાં અન્ડર-૧૯ ટી-૨૦ ટીમને ટ્રોફી અપાવ્યા બાદ બેહદ ખુશ હતી.

ભારતની વર્લ્ડ ચેમ્પિયન ગર્લ્સ અન્ડર-૧૯ ટીર ૦ ટીમને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમ જ દેશના બીજા નેતાઓએ એતિહાસિક ટ્રોફી જીતવા બદલ અભિનંદન પાઠવ્યાં હતાં. ક્રિકેટરોનાં પણ અભિનંદન ટીમને મળ્યાં હતાં.

સચિન તેન્ડુલકરઃ- ભારતીય ટીમને કોન્ગ્રેચ્યુલેશન્સ, પહેલાં વિમેન્સ આઈપીએલની જાહેરાત થઈ અને હવે અન્ડર-૧૯ ટીમે વર્લ્ડ કપ જીતી લીધો. વોટ એન અચીવમેન્ટ !

સૌરવ ગાંગુલીઃ- અન્ડર-૧૯ ગર્લ્સ ટીમે પોતાને પહેલા જ વર્લ્ડ કપમાં સર્વાચ્ય શિખરે મૂકી દીધી. ખૂબ- ખૂબ અભિનંદન.

મિતાલી રાજઃ- જુનિયર વર્લ્ડ કપની ટીમની સ્પિનર્સ અને સીમ બોલર્સ, બન્નેએ ઘણું સારૃં પર્ફોર્મ કર્યુ.

સમગ્ર ટીમને ચેમ્પિયનપદ બદલ અભિનંદન. આ ટીમની ત્રણથી ચાર પ્લેયર થોડા જ સમયમાં સિનિયર વિમેન્સ ટીમમાં આવી જશે અને ર૦રપના ઓડીઆઈ વર્લ્ડ કપમાં તેમની મોટી ભૂમિકા જોવા મળશે.

ઝુલન ગોરવામીઃ- એતિહાસિક વિજય. આપણી અન્ડર-૧૯ ટીમ પર ખૂબ ગર્વ થઈ રહ્યો છે. આ ચેમ્પિયનપદ દેશના યુવા વર્ગના લાખો લોકો માટે પ્રેરણારૃપ બનશે.

હરમનપ્રીત કૌરઃ- ભારતને અન્ડર- ૧૯ ટીમે અનેરૃં ગૌરવ અપાવ્યું. ફેબ્રુઆરીના વર્લ્ડ કપમાં અમે તેમના આ વિજેતાપદથી મોટિવેટ થઈશું.

સ્મૃતિ મંધાનાઃ- ચેમ્પિયન્સ ઓફ ધ વર્લ્ડ, મને તેમના પર ખૂબ ગર્વ થઈ રહ્યો છે. વાહ! પહેલા જ વર્લ્ડ કપમાં ભારતને બનાવ્યું ચૅમ્પિયન. તેમની આ તો હજી શરૃઆત છે.

(3:28 pm IST)