Gujarati News

Gujarati News

News of Sunday, 2nd February 2020

ઓલરાઉન્ડર શિવમ દુબેએ ૧ ઓવરમાં ૩૪ રન આપ્યા

સૌથી વધુ રન લુટાવનાર બીજો બોલર બન્યો : સ્ટુઅર્ટ બ્રોડની એક ઓવરમાં અગાઉ યુવરાજે છ છગ્ગા ફરકારીને વિક્રમ સર્ર્જ્યો હતો : દુબેના નામે ખરાબ વિક્રમ

માઉંટ, તા. ૨ : ભારતીય ટીમના ઓલરાઉન્ડર શિવમ દુબેએ ન્યુઝીલેન્ડ સામેની મેચમાં આજે એક ઓવરમાં જ ૩૪ રન લુટાવી દીધા હતા. આની સાથે જ ટ્વેન્ટી ક્રિકેટમાં સૌથી વધુ રન લુટાવનાર બીજો બોલર બની ગયો હતો. એક ઓવરમાં ન્યુઝીલેન્ડે જોરદાર બેટિંગ કરીને ૩૪ રન લઇ લીધા હતા. ભારતીય ટીમના ટી-૨૦ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ રન પહેલી ઓવરમાં બન્યા હતા. એક ઓવરમાં સૌથી વધારે ૩૬ રન લુટાવવાનો રેકોર્ડ ઇંગ્લેન્ડના ઝડપી બોલર  સ્ટુઅર્ટ બ્રોડના નામ ઉપર છે. બ્રોડની એક ઓવરમાં યુવરાજસિંહે વર્ષ ૨૦૦૭માં એક જ ટી-૨૦ મેચમાં છ છગ્ગા ફટકાર્યા હતા. આજની મેચમાં શિવમ દુબેની ઓવરમાં ન્યુઝીલેન્ડના બેટ્સમેનોએ ચાર છગ્ગા અને બે ચોગ્ગા, એક રન અને એક નોબોલ ગણીને ૩૪ રન લીધા હતા. આની સાથે જ શિવમ દુબેએ શરમજનકરીતે શરમજનક રેકોર્ડ પોતાના નામ ઉપર કર્યો હતો. ભારત તરફથી સૌથી વધારે રન લુટાવનાર બોલર બની ગયો છે.

               આ પહેલા સ્ટુઅર્ટ બિન્નીએ વર્ષ ૨૦૧૬માં વેસ્ટઇન્ડિઝ સામે એક ઓવરમાં ૩૨ રન આપ્યા હતા જ્યારે ૨૦૧૨માં સુરેશ રૈનાએ આફ્રિકાની સામે છ બોલમાં ૨૬ રન આપ્યા હતા. શિવમ દુબેની ઓવરમાં ટીમ શેફર્ડ અને રોસ ટેલરે આ રન કરી લીધા હતા. સ્ટુઅર્ટ બિન્નીની ઓવરમાં અગાઉ ૩૨ રન વેસ્ટઇન્ડિઝના બેટ્સમેનોએ લીધા હતા. ટી-૨૦ ક્રિકેટની વાત કરવામાં આવે તો  સ્ટુઅર્ટ બ્રોડે એક ઓવરમાં સૌથી વધુ રન આપ્યા છે. જ્હોનિસબર્ગમાં ૨૦૦૭માં યુવરાજે બ્રોડ સામે ૩૬ રન બનાવ્યા હતા જેમાં છ છગ્ગા ફટકાર્યા હતા. યુવરાજે અનેક રેકોર્ડ પોતાના નામ પર કર્યા હતા. જોસ બટલરે ૨૦૧૨માં ૩૨ રન બનાવ્યા હતા. જોસ બટલરે આફ્રિકા સામે પાર્નેલની ઓવરમાં આ રન કર્યા હતા. ભારતીય ક્રિકેટ ટીમે ન્યુઝીલેન્ડને ટી-૨૦ ઇન્ટરનેશનલ સિરિઝની પાંચમી અને અંતિમ મેચમાં સાત રને હાર આપી હતી. માઉન્ટ માઉંગાનુઈમાં રમાયેલી આ મેચમાં જીતની સાથે જ ભારતે નવો ઇતિહાસ રચી દીધો હતો. ભારતે પાંચ મેચોની શ્રેણીમાં ન્યુઝીલેન્ડ ઉપર ક્વિનસ્વિપ કરવામાં સફળતા મેળવી હતી. પાંચ મેચોની કોઇ દ્વિપક્ષીય ટી-૨૦ સિરિઝની તમામ મેચ જીતનાર ભારતીય ટીમ પ્રથમ ટીમ બની ગઈ હતી. ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા ૨૦ ઓવરમાં ત્રણ વિકેટે ૧૬૩ રન બનાવ્યા હતા. જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમ નવવિકેટે ૧૫૬ રન બનાવી શકી હતી.

સૌથી વધુ રન આપનાર

માઉંટ, તા. ૨ : ભારતીય ટીમના ઓલરાઉન્ડર શિવમ દુબેએ ન્યુઝીલેન્ડ સામેની મેચમાં આજે એક ઓવરમાં જ ૩૪ રન લુટાવી દીધા હતા. આની સાથે જ ટ્વેન્ટી ક્રિકેટમાં સૌથી વધુ રન લુટાવનાર બીજો બોલર બની ગયો હતો. એક ઓવરમાં ન્યુઝીલેન્ડે જોરદાર બેટિંગ કરીને ૩૪ રન લઇ લીધા હતા.

બોલર....................................... એક ઓવરમાં રન

સ્ટુઅર્ટ બ્રોડ..................................................... ૩૬

શિવમ દુબે...................................................... ૩૪

વેન પર્નેલ....................................................... ૩૨

દૌતલજઈ....................................................... ૩૨

સ્ટુઅર્ટ બિન્ની.................................................... ૩૨

ડેરલ ટફી........................................................ ૩૦

બિલાવલ ભટ્ટી................................................. ૩૦

સુરેશ રૈના....................................................... ૨૬

(7:44 pm IST)