Gujarati News

Gujarati News

News of Saturday, 2nd February 2019

પાંચમી વનડે માટે ધોની ફિટ

નવી દિલ્હી: ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ન્યૂ ઝીલેન્ડ સામે પાંચમા અને અંતિમ ઓડીઆઈ રમવા માટે યોગ્ય છે. ભારતના સહાયક કોચ સંજય બાંગરે માહિતી આપી હતી. રવિવારે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પાંચમી ઓડીઆઈ અહીં રમાયશે.બાંગરે જણાવ્યું હતું કે ધોની સંપૂર્ણ રીતે યોગ્ય છે અને પાંચમા વન-ડેમાં રમશે. ઓસ્ટ્રેલિયાની સામેની ત્રણ મેચની ઓડીઆઈ શ્રેણીમાં ધોનીને મેન ઓફ ધી સિરીઝ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો

(5:56 pm IST)