Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

IPLની કિંમતના આધારે પ્લેયરોની ક્ષમતાને ન જાણી શકાયઃ ગાંગુલી

 ભારતીય  ક્રિકેટ ટીમના  ભુતપુવ કેપ્ટન સૌરવ ગાંગુલીના મતIPLની હરાજીમાં કયા ખેલાડીને કેટલા રૂપિયા મળ્યા છે. એના આધારે તેની ક્ષમતાને જાણી ન શકાય. IPL માગણી અને પુરવઠાના આધારે કામ કરે છે.  વુધ્ધીમાન સહાને પાંચ કરોડ રૂપિયામાં હૈદરાબાદે અને દિનેશ કાર્તિકને ૭.૪ કરોડ રૂપિયામાં કલકતાએ ખરીધા એ વિશે સવાલ પુછવામાં આવતા ગાંગુલીએ કહ્યું હતું કે 'તમIPLમાં મળેલી કિંમતના આધારે ખેલાડીની ક્ષમતાનું આકલન ન કરી શકો. હાશિમ અમલાને કોઇએ પણ નથી ખરીધો, જયારે તેના નામ પર ૫૪ સદીઓ છે. ઇશાન કિશનને ૬.૨ કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો અને તે પણ રણજી ટ્રોફિમાં રમવાને કારણે જ' ગાંગુલીએ વધુમાં  કહ્યું હતુ કે 'IPL એક અલગ ફોર્મેટ છે.  તમારે એને અલગ  પ્રકારે જોવું જોઇએ. એ માગ અને પુરવઠાના નિયમ પર ચાલે છે. એથી જ જયદેવ ઉનડકટ ૨૦૧૮ની હરાજીનો સૌથી મોંઘો ભારતીય ખેલાડી રહ્યો છે.'

(11:49 am IST)