Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

હું ચાર દિવસની ટેસ્ટનો ફેન નથી : નેથન લાયન

સિડની : વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ટેસ્ટ મેચને પાંચ દિવસને બદલે ચાર દિવસની કરવાનો પ્રસ્તાવ ક્રિકેટ જગતમાં હાલમાં ચર્ચાઈ રહ્યો છે. આ દિશામાં ભારતે પોતાના વિચાર હજી સ્પષ્ટ કર્યા નથી, પણ ઓસ્ટ્રેલિયાના નેથન લાયનને આ આઈડિયા પસંદ નથી. આ બાબતે વિસ્તારપૂર્વક વાત કરતાં લાયને કહ્યું હતું કે તમે વિશ્વની મોટી ગેમ તરફ નજર માંડો અને છે ટેસ્ટ મેચનો હું હિસ્સો રહ્યો હતો એમાંની અનેક મેચનો નિર્ણય પાંચમાં અને છેલ્લા દિવસે જ આવ્યો છે. તમે ૨૦૧૪માં એડિલેડમાં રમાયેલી ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેની મેચ જોઈ લો. એ પાંચમા દિવસના છેલ્લા અડધો કલાકમાં બદલાઈ હતી.

(1:02 pm IST)