Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd January 2019

આવતીકાલથી અંતિમ ટેસ્ટ : ટીમ ઈન્ડિયા રેકોર્ડ સર્જશે?

સિડનીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલે સવારે પાંચ વાગ્યાથી ચોથો અને અંતિમ ટેસ્ટ શરૂ : ભારતીય ટીમમાં ફેરફાર થવાની સંભાવનાઃ વિરાટ સેના સિરીઝમાં ૨-૧થી આગળઃ દાયકાઓ બાદ ઈતિહાસ સર્જવાની તક

સિડની,તા.૨ : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચોની શ્રેણીની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ આવતીકાલથી સિડનીના ઐતિહાસિક મેદાન ખાતે શરૂ થઇ રહી છે. આ નિર્ણાયક ટેસ્ટ મેચ પણ જીતીને વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ નવો ઇતિહાસ રચવા માટે સજ્જ છે. ઓસ્ટ્રેલિયામાં આ ટેસ્ટ શ્રેણી જીતવાની ભારત હવે નજીક છે. જેથી ભારત કોઇ કિંમતે આ તક ગુમાવવા ઇચ્છુક નથી. બીજી બાજુ મેલબોર્ન ટેસ્ટમાં હાર ખાધા બાદ યજમાન ઓસ્ટ્રેલિયાની ટીમ વાપસી કરવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. ભારત તરફથી સિડની ટેસ્ટમાં અશ્વિન રમી શકશે કે કેમ તેને લઇને પ્રશ્નો થઇ રહ્યા છે.

 ઓસ્ટ્રેલિયા : એરોન ફિન્ચ, માર્કસ હેરિસ, ઉસ્માન ખ્વાજા, શૌન માર્શ, ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ, ટીમ પેની (કેપ્ટન), મિશેલ સ્ટાર્ક, પેટ કમિન્સ, નાથન લિયોન, જોશ હેઝલવુડ,

ભારત : રાહુલ, વિજય , ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, રહાણે,  રોહિત શર્મા, હનુમા વિહારી, રિશભ પંત, અશ્વીન, મોહમ્મદ શામી, ઇશાંત શર્મા, બુમરાહ.

(3:45 pm IST)