Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

વર્ષ 2018ની પહેલી મેચને નડ્યું વરસાદનું વિઘ્ન

નવી દિલ્હી:વર્ષ ૨૦૧૮ના પ્રથમ દિવસે રમાયેલી પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ વરસાદને કારણે ધોવાઇ ગઇ છે. ન્યૂઝીલેન્ડ-પ્રવાસી વેસ્ટ ઇન્ડીઝ આજે બીજી ટ્વેન્ટી૨૦માં ટકરાયા હતા. જેમાં વરસાદને પગલે મેચ રદ કરવામાં આવી ત્યારે ન્યૂઝીલેન્ડે ૯ ઓવરમાં ૪ વિકેટે ૧૦૨ રન નોંધાવ્યા હતા. આમ, ન્યૂઝીલેન્ડ હાલ ૩ મેચની ટ્વેન્ટી૨૦ શ્રેણીમાં ૧-૦ની સરસાઇ ધરાવે છે. શ્રેણીની અંતિમ ટ્વેન્ટી૨૦ બુધવારે રમાશે. અગાઉ વેસ્ટ ઇન્ડીઝના સુકાની કાર્લોસ બ્રાથવેઇટે ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય લીધો હતો. કોલિન મુનરોએ ૨૩ બોલમાં ૬૬ રન ફટકારતાં ન્યૂઝીલેન્ડે આક્રમક શરૃઆત કરી હતી. મુનરોએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વર્ષ ૨૦૧૮ની સૌપ્રથમ અડધી સદી ૧૮ બોલમાં પૂરી કરી હતી. મુનરોએ ૬૬માંથી ૬૨ એટલે કે ૯૩.૯૩% રન માત્ર બાઉન્ડ્રી વડે પૂરા કર્યા હતા. આ મુકાબલો ૨૦ ઓવર ખેલાયો હોત તો ન્યૂઝીલેન્ડ ૧૮૦થી વધુનો સ્કોર ખડકે તેની પૂરી સંભાવના હતી.

(4:54 pm IST)