Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2023

પૂજારા અને રહાણેનું સિલેકશન કેમ ન થયું ? કેરીયર દાવ પર

આફ્રિકાના પ્રવાસ માટે ટેસ્‍ટમાં રોહિત, વન-ડેમાં રાહુલ અને ટી-ર૦માં સૂર્યા કેપ્‍ટન

નવી દિલ્‍હી, તા. ૧: ક્રિકેટર ચેતેશ્વર પૂજારાનું ક્રિકેટ કરિયર દાવ પર લાગ્‍યું છે. એક સારો ક્રિકેટર હોવા છતાં પણ તેને જાહેર થયેલી આફ્રિકા ટેસ્‍ટ સીરિઝમાં લેવાયો નથી.

ગુજરાતના રાજકોટના ક્રિકેટર ચેતેશ્વર પૂજારાને આફ્રિકા ટેસ્‍ટમાં આપ્‍?યો નથી.

ટેસ્‍ટમાં ન લેવાતાં તેના ભવિષ્‍ય સામે ઊભા થયા સવાલ ઉભા થયા છે.

દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમની ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ત્રણેય ફોર્મેટમાં બીસીસીઆઇએ ત્રણ કેપ્‍ટનની પસંદગી કરી છે. જે પછી ટેસ્‍ટમાં રોહિત શર્મા, વન ડેમાં કેએલ રાહુલ અને ટી-૨૦માં સૂર્યકુમાર યાદવને ટીમ ઈન્‍ડિયાની કમાન મળી છે.

સાઉથ આફ્રિકા પ્રવાસ માટેની ભારતની ટેસ્‍ટ ટીમમાંથી ચેતેશ્વર પુજારા અને અજિંકયા રહાણેને બાકાત રાખવામાં આવ્‍યા છે. જે પછી આ બંને ખેલાડીઓની ક્રિકેટ કારકિર્દી પણ દાવ પર લાગી છે. આ બંને ખેલાડીઓએ ડોમેસ્‍ટિક સિરીઝમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. આ સિવાય આ બંને ખેલાડીઓએ ટેસ્‍ટ ક્રિકેટમાં ટીમ માટે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. આ બંને ખેલાડીઓનું તાજેતરનું પ્રદર્શન કંઇ ખાસ નથી. જેના કારણે તેને ટેસ્‍ટ સિરીઝ માટે ટીમ ઇન્‍ડિયામાં સામેલ કરવામાં આવ્‍યો નથી. રહાણેએ તેની છેલ્લી આંતરરાષ્‍ટ્રીય ટેસ્‍ટ આ વર્ષે વેસ્‍ટ ઇન્‍ડીઝ સામે રમી હતી. વેસ્‍ટ ઈન્‍ડિઝ સામેની આ શ્રેણીમાં રહાણેનું પ્રદર્શન ખાસ રહ્યું નહતુ. ચેતેશ્વર પૂજારાએ પણ આ વર્ષે જૂનમાં પોતાની અંતિમ ટેસ્‍ટ રમી હતી.

સાઉથ આફ્રિકા ટૂર માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. બીસીસીઆઈના મુખ્‍ય પસંદગીકાર અજિત અગરકરે ગુરુવારે (૩૦ નવેમ્‍બર) દિલ્‍હીમાં ત્રણ ફોર્મેટની શ્રેણી માટે ટીમ ઈન્‍ડિયાની જાહેરાત કરી હતી. ભારતને સાઉથ આફ્રિકામાં ત્રણ ટી-૨૦, ત્રણ વન ડે અને બે ટેસ્‍ટ મેચ રમવાની છે. સૂર્યકુમાર યાદવને ટી-૨૦ની કમાન સોંપવામાં આવી છે, જ્‍યારે કેએલ રાહુલ વન-ડે શ્રેણી માટે જવાબદારી સંભાળશે. રોહિત શર્માને ટેસ્‍ટ ટીમની કમાન સોંપવામાં આવી છે.(૯.૧૪)

ભારતની વન-ડે ટીમ

સાયરસ રહાણે, સાઈ સુદર્શન, તિલક વર્મા, રજત પાટીદાર, રિંકુ સિંહ, શ્રેયસ અય્‍યર, કેએલ રાહુલ (કેપ્‍?ટન), સંજુ સેમસન (વિ.કી.), અક્ષર પટેલ, વોશિંગ્‍ટન સુંદર, કુલદીપ યાદવ, યુઝવેન્‍દ્ર ચહલ, મુકેશ કુમાર, અવેશ ખાન, અર્શદીપ સિંહ, દીપક ચહર.

ભારતનો સાઉથ આફ્રિકા કાર્યક્રમ

૧૦ ડિસેમ્‍બર, પહેલી ટી ૨૦, ડરબન, ૧૨ ડિેસમ્‍બર, બીજી ટી ૨૦, પોર્ટ એલિઝાબેથ, ૧૪ ડિસેમ્‍બર, ત્રીજી ટી ૨૦, જોહાનિસબર્ગ, ૧૭ ડિસેમ્‍બર, પહેલી વનડે, જોહાનિસબર્ગ, ૧૯ ડિસેમ્‍બર, બીજી વનડે, પોર્ટ એલિઝાબેથ, ૨૧ ડિેસેમ્‍બર, ત્રીજી વનડે, પોર્ટ એલિઝાબેથ, ૨૬ થી ૩૦ ડિસેમ્‍બર, પહેલી ટેસ્‍ટ, ૩ થી ૭ જાન્‍યુઆરી, બીજી ટેસ્‍ટ

ભારતની ટી-૨૦ ટીમ

યશસ્‍વી જયસ્‍વાલ, શુભમન ગિલ, રુતુરાજ ગાયકવાડ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્‍ટન), રિંકુ સિંહ, શ્રેયસ અય્‍યર, ઇશાન કિશન (વિકેટકીપર), જીતેશ શર્મા (વિકેટકીપર), રવિન્‍દ્ર જાડેજા (વીસી), વોશિંગ્‍ટન સુંદર, રવિ બિ‘ોઇ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, મોહમ્‍મદ. સિરાજ, મુકેશ કુમાર, દીપક ચહર.

ભારતની ટેસ્‍ટ ટીમ

રોહિત શર્મા (કેપ્‍ટન), શુભમન ગિલ, યશસ્‍વી જયસ્‍વાલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્‍યર, રુતુરાજ ગાયકવાડ, ઇશાન કિશન (વિ.કી.), કે.એલ.રાહુલ (વિ.કી.), રવિચંદ્રન અશ્વિન, રવિન્‍દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્‍મદ અક્ષર પટેલ (વિ.કી.). સિરાજ, મુકેશ કુમાર, મો. શર્મીં, જસપ્રિત બુમરાહ (વીસી), પ્રખ્‍યાત કળષ્‍ણા.

(3:57 pm IST)