Gujarati News

Gujarati News

News of Sunday, 1st December 2019

એડિલેડ ટેસ્ટ : ફોલોઓન બાદ પાક.નો ફરી ધબડકો

પ્રથમ દાવમાં ૩૦૨ રન કરી પાકિસ્તાન આઉટ : ફોલોઓન થયા બાદ પણ મુખ્ય બેટ્સમેન આઉટ : સ્ટાર્કે જોરદાર તરખાટ મચાવી પ્રથમ ઇનિંગ્સમાં છ વિકેટ ઝડપી

એડિલેડ, તા. ૧ : એડિલેડ ઓવલ ખાતે રમાઈ રહેલી ડેનાઇટ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ તેની પકડ મજબૂત બનાવી લીધી છે. પાકિસ્તાન ઉપર ફરી એકવાર હારનું સંકટ તોળાઈ રહ્યું છે. ઓસ્ટ્રેલિયાના પ્રથમ દાવમાં ૩ વિકેટે ૫૮૯ રનના જવાબમાં પાકિસ્તાનની ટીમ પ્રથમ દાવમાં ૩૦૨ રન કરીને ઓલઆઉટ થયા બાદ તેને ફોલોઓનની ફરજ પડી હતી. આજે ફોલોઓનની ફરજ પડ્યા બાદ બીજા દાવમાં પણ પાકિસ્તાને એક પછી એક ઝડપથી વિકેટો ગુમાવી હતી. સ્ટાર્કના તરખાટના કારણે પાકિસ્તાનની ટીમ ૩૦૨ રન જ કરી શકી હતી. પાકિસ્તાન તરફથી યાસીર શાહે ૧૧૩ રન કર્યા હતા જ્યારે બાબર આઝમે ૯૭ રન બનાવ્યા હતા. તે નવર્સ નાઇન્ટીનો શિકાર થયો હતો. સ્ટાર્કે ૬૬ રન આપીને છ વિકેટ ઝડપી હતી. આજે ફોલોઓન થયા બાદ પાકિસ્તાને ઝડપથી વિકેટો ગુમાવી હતી. ઓસ્ટ્રેલિયામાં છેલ્લા ૧૩ ટેસ્ટ મેચમાં પાકિસ્તાનની સતત હાર થઇ છે. આંકડા પર નજર કરવામાં આવે તો પાકિસ્તાને  ૧૯૯૫ બાદથી કોઇ ટેસ્ટ મેચ જીતી નથી.

                   આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયા પાસે જીતના સિલસિલાને જાળવી રાખવાની તક છે. તે પ્રથમ ટેસ્ટમાં આની સાબિતી આપી ચુક્યો છે. બીજી ટેસ્ટમાં પણ ત્રેવડી સદી ફટકારી ચુક્યો છે. ઓસ્ટ્રેલિયા આ ટેસ્ટ બાદ આગામી મહિનામાં ન્યુઝીલેન્ડ સામે પણ ડેનાઇટ ટેસ્ટ મેચ રમનાર છે. પ્રથમ ટેસ્ટમાં હાર ખાધા બાદ પાકિસ્તાન વધારે સાવધાનીપૂર્વક બેટિંગ કરે તેવી શક્યતા છે. પાકિસ્તાન હાલમાં બેટિંગમાં ફ્લોપ દેખાતા છાવણીમાં નિરાશા છે. બ્રિસ્બેન ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં યજમાન ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાન પર એક ઇનિગ્સ અને પાંચ રને જીત મેળવી હતી. આની સાથે જ બે ટેસ્ટ મેચોની શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી લીધી હતી. બ્રિસ્બેન ટેસ્ટમાં પાકિસ્તાનની ટીમ તેના બીજા દાવમાં ૩૩૫ રન કરીને ઓલઆઉટ થઈ ગઈ હતી. પાકિસ્તાન તરફથી આધારભૂત બેટ્સમેન બાબર આઝમે ૧૦૪ રન બનાવ્યા હતા.

સ્કોરબોર્ડ : એડિલેડ ટેસ્ટ

ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવ : ૫૮૯-૩ (ડિક)

પાકિસ્તાન પ્રથમ દાવ :

મસુદ

કો. પેની બો. હેઝલવુડ

૧૯

ઇમામ

કો. વોર્નર બો. સ્ટાર્ક

૦૨

અઝહરઅલી

કો. સ્મિથ બો. કમિન્સ

૦૯

બાબર

કો. પેની બો. સ્ટાર્ક

૯૭

અશાદ

કો. પેની બો. સ્ટાર્ક

૦૯

ઇફ્તીખાર

કો. પેની બો. સ્ટાર્ક

૧૦

રિઝવાન

કો. પેની બો. સ્ટાર્ક

૦૦

યાસીર

કો. લિયોન બો. કમિન્સ

૧૧૩

શાહીદ

એલબી બો. સ્ટાર્ક

૦૦

અબ્બાસ

કો. વોર્નર બો. કમિન્સ

૨૯

મુસા

અણનમ

૧૨

વધારાના

 

૦૨

કુલ              (૯૪.૪ ઓવરમાં ઓલઆઉટ) ૩૦૨

પતન  : ૧-૩, ૨-૨૨, ૩-૩૮, ૪-૬૯, ૫-૮૯, ૬-૮૯, ૭-૧૯૪, ૮-૧૯૪, ૯-૨૮૧, ૧૦-૩૦૨

બોલિંગ : સ્ટાર્ક : ૨૫-૬-૬૬-૬, કમિન્સ : ૨૨.૪-૨-૮૩-૩, હેઝલવુડ : ૧૪-૨-૪૮-૧, લિયોન : ૨૨-૩-૬૫-૦, લંબુસ્ગે : ૧૦-૨-૩૨-૦, સ્મિથ : ૧-૦-૬-૦

પાકિસ્તાન બીજો દાવ :

મસુદ

અણનમ

૧૪

ઇમામ

એલબી બો. હેઝલવુડ

૦૦

અઝહરઅલી

કો. સ્મિથ બો. સ્ટાર્ક

૦૯

બાબર

કો. પેની બો. હેઝલવુડ

૦૮

અશાદ

અણનમ

૦૮

વધારાના

 

૦૦

કુલ              (૧૬.૫ ઓવરમાં ૩ વિકેટે)  ૩૯

પતન  : ૧-૨, ૨-૧૧, ૩-૨૦.

બોલિંગ : સ્ટાર્ક : ૪-૧-૧૦-૧, હેઝલવુડ : ૮-૩-૧૫-૨, કમિન્સ : ૪.૫-૨-૧૪-૦

(9:33 pm IST)