Gujarati News

Gujarati News

News of Sunday, 1st December 2019

હેમિલ્ટન ટેસ્ટ : બર્ન અને રુટે કરેલી ભવ્ય સદી, મેચ ડ્રો તરફ

પ્રવાસી ઇંગ્લેન્ડેના પાંચ વિકેટે ૨૬૫ રન થયા :ત્રીજી વિકેટની ભાગીદારીમાં રુટ-બર્નની વચ્ચે ૧૭૭ રન બનતા ન્યુઝીલેન્ડની જીતવાની આશા પર પાણી ફરી વળ્યું

હેમિલ્ટન, તા. ૧ : હેમિલ્ટન ખાતે રમાઈ રહેલી બીજી ક્રિકેટ ટેસ્ટમાં આજે ત્રીજા દિવસે ઇંગ્લેન્ડની ટીમે ન્યૂઝીલેન્ડના પ્રથમ દાવમાં ૩૭૫ રન ઓલઆઉટના જવાબમાં રમત બંધ રહી ત્યારે પાંચ વિકેટ ગુમાવીને ૨૬૯ રન બનાવી લીધા હતા.આજે રમત બંધ રહી ત્યારે કેપ્ટન જોઇ રૂટ ૧૧૪ રન સાથે રમતમાં હતો. જ્યારે બર્ન ૧૦૧ રન કરીને આઉટ થયો હતો. પ્રવાસી ઇંગ્લેન્ડની ટીમ હજુ ૧૦૬ રન પાછળ છે અને તેની પાંચ વિકેટ હાથમાં છે. આ ટેસ્ટ મેચ રોમાંચક બની છે પરંતુ ટેસ્ટ ડ્રોમાં પરિણમે તેવી શક્યતા છે. રૂટ અને બર્ને ત્રીજી વિકેટની ભાગીદારીમાં ૧૭૭ રન ઉમેરીને ન્યુઝીલેન્ડની આશા પર પાણી ફેરવી દીધુ હતુ. બર્ન ૧૫ ચોગ્ગા સાથે ૧૦૧ રન કરીને આઉટ થયો હતો. રૂટે ધીમી બેટિંગ કરી હતી. જેથી ચાહકો નિરાશ થયા હતા. સાઉથીએ ન્યુઝીલેન્ડ તરફથી બે વિકેટ ઝડપી હતી.શનિવારના દિવસે બર્ન અને રૂટ ક્રમશ ૨૪ અને છ રન સાથે રમતમાં હતા. આજે આ બંને બેટ્સમેનો જામી ગયા હતા.

              આંકડા પર નજર કરવામાં આવે તો હેમિલ્ટનના આ મેદાન પર છેલ્લી છ ટેસ્ટ મેચ પૈકી ન્યુઝીલેન્ડે પાંચ મેચો જીતી છે. આનો મતલબ એ થયો કે, છેલ્લી છ ટેસ્ટ મેચ પૈકી ન્યુઝીલેન્ડની એક પણ ટેસ્ટમાં હાર થઇ નથી. રોસ ટેલરે હેમિલ્ટનમાં ૧૮ ટેસ્ટ સદી પૈકી પાંચ સદી ફટકારી છે. આ ટેસ્ટમાં ઇંગ્લેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રુટે ટોસ જીત્યા બાદ વરસાદગ્રસ્ત માહોલમાં ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ન્યુઝીલેન્ડ તરફથી ટીમમાં મિશેલનો સમાવેશ કરાયો હતો. આ ઉપરાંત જેક ક્રાઉલીનો પણ સમાવેશ કરાયો હતો. મેચ રેફરી તરીકેની ભૂમિકામાં આ મેચમાં પણ જવાગલ શ્રીનાથ રહેલો છે.માઉન્ટ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચના પાંચમા અને અંતિમ દિવે યજમાન ન્યુઝીલેન્ડે ઇગ્લેન્ડ પર એક ઇનિગ્સ અને ૬૫ રને જીત મેળવીને શ્રેણીમાં ૧-૦ની મહત્વપૂર્ણ લીડ મેળવી હતી.મહત્વપૂર્ણ લીડ મેળવી હતી. વેટલિંગે ધરખમ બેટિંગ જારી રાખી હતી અને બેવડી સદી ફટકારી હતી. વેટલિંગે ૨૪ ચોગ્ગા અને એક છગ્ગા સાથે ૨૦૫ રન બનાવ્યા હતા. જ્યારે સેન્ટનરે પણ ૧૨૬ રન બનાવ્યા હતા. આ બંને બેટ્સમેનોએ સાતમી વિકેટની ભાગીદારીમાં ૨૬૧ રન ઉમેર્યા  હતા. સેન્ટનરે ૧૧ ચોગ્ગા અને પાંચ છગ્ગા સાથે આ રન બનાવ્યા હતા. આજે ન્યુઝીલેન્ડના બોલરોને પ્રવાસી ટીમના બેટ્સમેનોએ કોઇ વધારે તક આપી ન હતી. ઇંગ્લેન્ડને સસ્તામાં પેવેલિયન ભેગા કરવાની આશા પણ પાણી ફરી વળ્યુ હતુ.

બર્ન-રુટની સદી........

હેમિલ્ટન, તા. ૧ : હેમિલ્ટન ખાતે રમાઈ રહેલી બીજી ક્રિકેટ ટેસ્ટમાં આજે ત્રીજા દિવસે ઇંગ્લેન્ડની ટીમે ન્યૂઝીલેન્ડના પ્રથમ દાવમાં ૩૭૫ રન ઓલઆઉટના જવાબમાં રમત બંધ રહી ત્યારે પાંચ વિકેટ ગુમાવીને ૨૬૯ રન બનાવી લીધા હતા.આજે રમત બંધ રહી ત્યારે કેપ્ટન જોઇ રૂટ ૧૧૪ રન સાથે રમતમાં હતો. બર્ન-રુટની બેટિંગ નીચે મુજબ રહી હતી.

બર્નની ઈનિગ્સ

રન............................................................... ૧૦૧

બોલ............................................................. ૨૦૯

ચોગ્ગા............................................................. ૧૫

છગ્ગા.............................................................. ૦૦

સ્ટાઇક રેટ................................................. ૪૮.૩૨

રુટની ઇનિગ્સ

રન............................................................... ૧૧૪

બોલ............................................................. ૨૭૮

ચોગ્ગા............................................................. ૧૪

સ્કોરબોર્ડ : હેમિલ્ટન ટેસ્ટ

ન્યુઝીલેન્ડ પ્રથમ દાવ :

રાવલ

કો. રુટ બો. બ્રોડ

૦૫

લાથમ

બો. બ્રોડ

૧૦૫

વિલિયમસન

કો. રુટ બો. વોક્સ

૦૪

ટેલર

કો. રુટ બો. વોક્સ

૫૩

નિકોલસ

કો. બ્રોડ બો. કુરેન

૧૬

વેટલિંગ

કો. બર્ન બો. બ્રોડ

૫૫

મિશેલ

કો. આર્ચર બો. બ્રોડ

૭૩

સેન્ટનર

કો. વોક્સ બો. આર્ચર

૨૩

સાઉથી

કો. પોપ બો. વોક્સ

૧૮

હેનરી

અણનમ

૦૫

વાઘનર

કો. સિબલે બો. કુરેન

૦૦

વધારાના

 

૧૮

કુલ              (૧૨૯.૧ ઓવરમાં ઓલઆઉટ) ૩૭૫

પતન  : ૧-૧૬, ૨-૩૯, ૩-૧૫૫, ૪-૧૮૨, ૫-૧૯૧, ૬-૩૩૦, ૭-૩૩૦, ૮-૩૫૭, ૯-૩૭૫, ૧૦-૩૭૫

બોલિંગ : બ્રોડ : ૨૮-૭-૭૩-૪, આર્ચર : ૨૮-૮-૭૫-૧, વોક્સ : ૩૧-૬-૮૩-૩, કુરેન : ૨૩.૧-૭-૬૩-૨, રુટ : ૩-૦-૧૪-૦, સ્ટોક્સ : ૧૩-૫-૩૬-૦

ઈંગ્લેન્ડ પ્રથમ દાવ :

બર્ન

રનઆઉટ

૧૦૧

સિબલે

એલબી બો. સાઉથી

૦૪

ડેનલી

કો. વેટલિંગ બો. હેનરી

૦૪

રુટ

અણનમ

૧૧૪

સ્ટોક્સ

કો. ટેલર બો. સાઉથી

૨૬

ક્રાઉલી

કો. વેટલિંગ બો. વાગનર

૦૧

પોપ

અણનમ

૦૪

વધારાના

 

૧૫

કુલ              (૯૯.૪ ઓવરમાં ૫ વિકેટે) ૨૬૯

પતન  : ૧-૧૧, ૨-૨૪, ૩-૨૦૧, ૪-૨૪૫૫-૨૬૨

બોલિંગ : સાઉથી : ૨૬-૩-૬૩-૨, હેનરી : ૨૧.૪-૫-૫૬-૧, વાગનર : ૨૩-૩-૭૬-૧, મિસેલ : ૧૨-૪-૨૮-૦, સેન્ટનર : ૧૭-૪-૩૨-૦.

 

(7:49 pm IST)